Astrology : વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું રાશિ પરિવર્તન, ગોચર અને યુતિ થવાથી 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડતો હોય છે. આ પ્રભાવ સકારાત્મક કે નકારાત્મક એમ બંને પ્રકારનો હોઈ શકે છે. હાલ શુક્ર ગ્રહ કન્યા રાશિમાં આવી ચૂક્યો છે જ્યાં પહેલેથી જ કેતુ બિરાજમાન હતો. આવામાં શુક્ર અને કેતુનું આ મિલન 3 રાશિવાળાને ધનવાન બનાવે તેવા પ્રબળ યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
- 6ઠ્ઠા ભાવમાં બનેલો શુભ યોગ તમને આર્થિક ઉન્નતિ આપશે. 
- ધનલાભ થશે અને બિઝનેસમાં ફાયદો થશે. 
- શેરબજારમાં રોકાણ કરનારાઓ વિશેષજ્ઞની સલાહ લઈને જ રોકાણ કરે. 
- જૂના રોકાણથી તમને ફાયદો થઈ શકે છે. 


સિંહ રાશિ
- સિંહ રાશિવાળાને અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. 
- ધન અને વાણીના સ્થાન પર બનેલો આ સંયોગ તમને સન્માનના હકદાર બનાવશે. 
- તમારી અનેક ઈચ્છાઓની પૂર્તિ આ સમય દરમિયાન થઈ જશે. 
- તમારી વાણી લોકોને આકર્ષિત કરશે. 


કન્યા રાશિ
- લગ્ન ભાવમાં બનેલો આ શુભ સંયોગ તમને આત્મવિશ્વાસ આપશે. 
- ભાગ્યનો સાથ મળવાથી ઓફિસમાં પ્રદર્શન પણ શાનદાર રહેશે. 
- ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમ થશે. 
- આવકના નવા સાધન ઊભા થઈ શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)