Shukra Ast 2023: 7 ઓગસ્ટે શુક્રની દુર્લભ ઘટનાથી 4 રાશિના લોકોના માટે શરુ થશે મુશ્કેલ સમય
Shukra Gochar 2023: શુક્ર ગ્રહ 7 ઓગસ્ટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં જ અસ્ત થઈ જશે. આ ગોચરના કારણે 4 રાશિના જાતકોના પ્રેમ જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. સ્થિતિ એટલી ખરાબ પણ થઈ શકે છે કે સંબંધો તુટવાની અણી પર આવી જાય.
Shukra Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ભૌતિક સુખ અને સંપત્તિનો કારક ગ્રહ છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તે લોકો રોયલ જિંદગી જીવે છે. ભૌતિક સુખ આપનાર શુક્ર 7 ઓગસ્ટ 2023 ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. આ ગોચરના બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટે કર્ક રાશિમાં શુક્ર ગ્રહ અસ્ત થઈ જશે. શુક્ર ગ્રહનું અસ્ત થવું એક દુર્લભ ઘટના છે. જેનાથી દરેક રાશિના લોકો પ્રભાવિત થશે પરંતુ 4 રાશિ એવી છે જેમને આ સમય દરમ્યાન સતર્ક રહેવાની જરૂર છે.
મિથુન રાશિ
મિથુન રાશિની કુંડલીના પાંચમા અને બારમા ઘરનો સ્વામી શુક્ર હોય છે. શુક્રના અસ્ત થવાથી મિથુન રાશિના લોકોના પ્રેમજીવનમાં નિરાશા અને સંઘર્ષ આવશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. શુક્રના અસ્ત થવાથી સંબંધો તૂટવાના પણ યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોએ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો:
Vastu Tips: ઘરમાં પોતા કરતી વખતે કરેલી આ ભુલ લાવે છે ગરીબી, તમે તો નથી કરતાંને ?
Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા
ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા
કર્ક રાશિ
શુક્ર ગ્રહ કર્ક રાશિના પ્રથમ ઘરમાં ગોચર કરશે જેના કારણે પતિ પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી આ સમય દરમિયાન વાદવિવાદ કરવાથી બચવું. કારણ કે આ સ્થિતિ મોટું સ્વરૂપ ધારણ પણ કરી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે પણ શુક્ર ગ્રહનું અસ્ત થવું પડકાર લઈને આવશે. શુક્ર ગ્રહ મકર રાશિના સાતમા ઘરમાં વક્રી થઈને અસ્ત થશે જેના કારણે મકર રાશિના લોકોનું વૈવાહિક જીવન પણ સમસ્યાથી ગ્રસ્ત થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે પણ શુક્રનું અસ્ત થવું મુશ્કેલી ભર્યો સમય લઈને આવશે. આ સમય દરમિયાન પ્રેમ સંબંધો પર નકારાત્મક પ્રભાવ જોવા મળશે. જીવનસાથી સાથે અવિશ્વાસ અને બ્રેકઅપ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન શક્ય હોય ત્યાં સુધી વાદવિવાદથી દૂર રહેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)