જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધ અને શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ પરિવર્તન કરે છે. 28 ડિસેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ગયો છે જ્યાં પહેલેથી જ શુક્ર બિરાજમાન છે. આવામાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આ યોગ બનવાથી નવા વર્ષમાં કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાની સાથે જીવનમાં ખુશહાલી આવશે. લક્ષ્મી નારાયણ યોગ કોને  ફાયદો કરાવશે તે ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન, વૈભવ, ઐશ્વર્યના દાતા શુક્રના રાશિ પરિવર્તનથી જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે. શુક્ર દેવ મજબૂત હોય તો માતા લક્ષ્મીની અસીમ કૃપા રહે છે. આ સાથે જ બુધ બુદ્ધિ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળામાં લાભકારી સિદ્ધ થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરીયાતોને લાભ મળી શકે છે. પગારમાં વધારા સાથે પદોન્નતિ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે જ બેરોજગારોને નોકરી મળી શકે છે. માતા પિતા સાથે સંબંધ મજબૂત થશે. 


ધનુ રાશિ
લક્ષ્મી નારાયણ યોગ ધનુ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ધન કમાવવા માટે નવી તકો મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે. ત્યારબાદ મધુર વાણીથી દરેકનું મન મોહી લેશો. સાસરિયા પક્ષ સાથે તમારા સંબંધ સારા રહી શકે છે. દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે મનની વાતો શેર કરી શકો છો. પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે પણ લક્ષ્મી નારાયણ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. વૃશ્ચિકમાં આ યોગ લગ્નભાવમાં બની રહ્યો છે. આવામાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ઉચ્ચ શિક્ષણ પામવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા  લોકોને સફળતા મળી શકે છે. નવા વર્ષમાં પરિવાર સાથે સારો સમય વિતશે. નોકરીયાતોને નવી તકો મળી શકે છે. આ સાથે જ મોટી જવાબદારી કે નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube