નવી દિલ્હીઃ Guru-Shukra Yuti 2023 in Meen Rashi: શુક્ર ગ્રહને વૈભવ, ઐશ્વર્ય, ધન તથા સંપત્તિનો કારક માનવામાં આવે છે. 15 ફેબ્રુઆરી 2023ના શુક્ર રાશિ પરિવર્તન કરશે. શુક્ર દેવગુરૂ ગુરૂની મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં ગુરૂ ગ્રહ પહેલાથી બિરાજમાન છે. જેનાથી મીન રાશિમાં શુક્ર તથા ગુરૂની યુતિ બનશે. ગુરૂ તથા શુક્ર વચ્ચે શત્રુતાનો ભાવ છે. જાણો શુક્ર ગ્રહના મીન રાશિમાં જવાથી કઈ રાશિના જાતકોને મુશ્કેલી પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેષ રાશિઃ શુક્રના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમે આર્થિક બજેટ બનાવીને ચાલો. વૈવાહિક જીવનમાં અણબનાવ થઈ શકે છે. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 


2. મિથુન રાશિઃ મિથુન રાશિનાજાતકો માટે શુક્ર ગોચર કરિયરમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન વધુ પડતો ખર્ચ મનને પરેશાન કરશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે મળીને કામ કરો. કાર્યસ્થળ પર કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો, તેથી સતર્ક રહો. 


આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ પર થશે મહાદેવની કૃપા, ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય


3. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોની ચિંતા શુક્ર ગોચર વધારી શકે છે. આ દરમિયાન તમને મહેનતનું ફળ મળશે નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વધુ પડતા ખર્ચને કારણે ચિંતામાં રહી શકો છો. શુક્રના રાશિ પરિવર્તનથી તમને કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


4. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે શુક્ર રાશિ પરિવર્તન લાભકારી રહેશે. પરંતુ ગુરૂ શુક્રની યુતી મીન રાશિમાં હાનિકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આવક કરતા ખર્ચ વધુ થશે. ગુસ્સા પર કાબુ રાખો. ધૈર્યથી કામ લો. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube