Venus Transit 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, લક્ઝી, પ્રેમ અને રોમાન્સનો કારક ગણવામાં આવ્યો છે. આથી શુક્રનું ગોચર તમામ રાશિના લોકોની આર્થિક સ્થિતિ, સુખ, લવ લાઈફ પર અસર કરે છે. આજે 15 ફેબ્રુઆરી 2023ના રોજ શુક્ર ફરીથી ગોચર કરી રહ્યો છે. શુક્ર રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી માલવ્ય રાજયોગ બનશે જેને જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. શુક્રના મીન રાશિમાં પ્રવેશથી બની રહેલો માલવ્ય રાજયોગ 4 રાશિના લોકો માટે ખુબ જ શુભ ફળ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગોચરથી આ રાશિઓવાળાનું ભાગ્ય ચમકશે


વૃષભ
શુક્ર ગોચરથી બની રહેલો માલવ્ય રાજયોગ વૃષભ રાશિવાળા માટે ખુબ જ શુભ સાબિત થશે. આ જાતકોના પ્રેમ લગ્ન થઈ શકે છે. સિંગલ જાતકોના જીવનમાં પાર્ટનરની એન્ટ્રી થઈ શકે છે અને પ્રેમનો ખુમાર છવાયેલો રહેશે. નવી નોકરી જોઈન કરી શકો છો. અચાનક ઢગલો પૈસા મળી શકે છે. સંતાન સુખ મળશે. 


મિથુન રાશિ
શુક્ર પરિવર્તનથી બની રહેલો માલવ્ય રાજયોગ મિથુન રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં ફેરફાર લાવશે. તમારી ટ્રાન્સફર થઈ શકે છે. અટકેલા પૈસા મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. કારોબાર સારો ચાલશે. મુસાફરી કરી શકો છો. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે શુક્રનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવશે. રોકાણથી ફાયદો થશે. ભાગ્યની મદદથી તમારી ઈચ્છાઓ અને સપના પૂરા થશે. અપરણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળાને માલવ્ય રાજયોગ આર્થિક મજબૂતી આપશે. એકથી વધુ સ્ત્રોતોથી પૈસા મળશે. નવું ઘર અને ગાડી ખરીદી શકો છો. જીવનમાં ભૌતિક સુખ વધશે. જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો તો અનેક પદો મળી શકે છે. 


મીન રાશિમાં બે શત્રુ ગ્રહોની યુતિ, 15 ફેબ્રુઆરીથી આ જાતકો માટે શરૂ થશે મુશ્કેલ સમય


માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free


ક્યારેય ન કરશો આ 4 કામ, નહિતર હંમેશા માટે નારાજ થઈ જશે મા લક્ષ્મી


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube