માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free Free Free

IRCTC Tour Offer: દર વર્ષે ભારતથી લાખો શિવભક્તો નેપાળ પશુપતિનાથ મંદિર ખાતે દર્શન કરવા જાય છે. જો તમે આજ સુધી ખર્ચની ચિંતાના કારણે પશુપતિનાથના દર્શન કરી શક્યા નથી તો તમારી ઈચ્છા માર્ચ મહિનામાં પુરી થઈ શકે છે.

માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free Free Free

IRCTC Tour Offer: નેપાળ ભારતનો પડોશી દેશ છે અને તે તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. નેપાળની સુંદર રાજધાની કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર આવેલું છે જે શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. એક છે. દર વર્ષે ભારતથી લાખો શિવભક્તો નેપાળ પશુપતિનાથ મંદિર ખાતે દર્શન કરવા જાય છે. જો તમે આજ સુધી ખર્ચની ચિંતાના કારણે પશુપતિનાથના દર્શન કરી શક્યા નથી તો તમારી ઈચ્છા માર્ચ મહિનામાં પુરી થઈ શકે છે. તમે સસ્તા ભાડામાં પરિવાર સાથે નેપાળના પ્રવાસે જઈ શકો છો. તેના માટે IRCTC દ્વારા ખાસ નેપાળ ટૂર પેકેજ શરુ કરવામાં આવ્યું છે.  ભારતીય રેલ્વેનું આ પેકેજમાં તમને ઓછા ખર્ચે ઘણી સુવિધાઓ મળશે. તો જાણી લો ફટાફટ બધી જ વિગતો.

આ પણ વાંચો:

નેપાળ ટૂરની વિગતો
IRCTC એ નેપાળના ટૂર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ અંતર્ગત તમે 30 માર્ચે દિલ્હીથી કાઠમંડુ માટે રવાના થશો. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે. જેમાં કાઠમંડુ સિવાય તમે પોખરાની મુલાકાત લઈ શકો છો.  
 
પેકેજમાં કઈ કઈ સુવિધા મળશે?
- આ પેકેજમાં તમને નાસ્તા અને રાત્રી ભોજનની સુવિધા મળશે.  
- દરેક જગ્યાએ જવા-આવવા માટે એસી બસની સુવિધા મળશે.
- કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, દરબાર સ્ક્વેર, સ્વયંભુનાથ સ્તૂપ જેવા સ્થળોની મુલાકાતનો લાભ મળશે.
- રાત્રિ રોકાણ માટે હોટેલની સુવિધા. 

કેટલો થશે ખર્ચ
જો તમે એકલા આ ટૂર પર જાઓ છો તો 40,000 ખર્ચ થશે. જો બે કે તેનાથી વધુ લોકો માટે બુકીંગ કરો છો તો પ્રતિ વ્યક્તિ 31,000 નો ખર્ચ કરવો પડશે. બાળક સાથે હોય તો અલગથી 2400 થી 3000 નો ખર્ચ થઈ શકે છે. આ અંગેની વધુ વિગતો IRCTC ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news