Shukra Gochar: ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ટુંક સમયમાં તેની ઉચ્ચ રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના લોકો સંપત્તિથી સમૃદ્ધ વૈભવી જીવનનો આનંદ માણશે. શુક્રને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે. જો શુક્ર શુભ સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને અઢળક સંપત્તિ અને વૈભવી જીવન આપે છે. નવેમ્બરના અંતમાં શુક્ર પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. શુક્ર હાલમાં કન્યા રાશિમાં છે અને હવે તે તુલા રાશિમાં પ્રવેશ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર 30 નવેમ્બર 2023ના રોજ સવારે 12:05 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં શુક્રનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરશે. શુક્રનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે. તો ચાલો તમને જણાવીએ કે શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિને બમ્પર લાભ કરાવશે.


આ પણ વાંચો: રાશિફળ 16 નવેમ્બર: આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે, આર્થિક લાભ થશે


મેષ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓને આ સમયગાળા દરમિયાન લાભ મળશે. ભાગીદારીમાં વેપાર કરવા માટે પણ સમય શુભ છે. આર્થિક લાભ થશે. આ રાશિના લોકોનું વૈવાહિક અને લવ લાઈફ પણ ઘણી સારું રહેશે. લગ્ન કરવા ઇચ્છુક લોકોને જીવનસાથી મળી શકે છે.  


કર્ક રાશિ  
તુલા રાશિમાં શુક્રનો પ્રવેશ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. રોકાણ માટે પણ સમય સારો છે. વેપારમાં મોટી સફળતા અને આર્થિક લાભ મળવાની સંભાવના છે. પરિવારમાં ખુશીઓ આવશે.


આ પણ વાંચો: Astro Tips: કારર્કિદીમાં સફળતા અપાવે છે કાળા ચોખાના આ ટોટકા, જાણો તમે પણ અચૂક ઉપાયો


કન્યા રાશિ 
કન્યા રાશિ છોડીને જ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિના લોકો માટે આ ગોચર શુભ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારી વાણી તમને લોકપ્રિય બનાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બેંક બેલેન્સ વધશે. નોકરીમાં ફેરફારની ઈચ્છા પૂરી થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)