Shukra Gochar 2024: શુક્ર 12 ફેબ્રુઆરીએ ગુરૂની રાશિ છોડી શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. અહીં પર તે 7 માર્ચ સુધી બિરાજમાન રહેશે. શુક્ર એટલે શુક્રાચાર્ય, કારણ કે તે શનિના સારા મિત્ર છે તેવામાં આ બંનેનો તાલમેલ સારો જોવા મળશે. આ રાશિમાં પહેલાથી ત્રણ ગ્રહ બિરાજમાન છે, શુક્રને પરસ્પર મંગળ અને બુધનો સાથ મળશે પરંતુ ત્રીજા ગ્રહ સૂર્યની પાસે પહોંચતા પહેલા તે પોતાની રાશિ બદલી નાખશે. આવો જાણીએ મકર રાશિમાં શુક્રના જવાથી કયાં જાતકોને શું લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેષ રાશિ
નોકરીમાં પ્રમોશન અને વ્યાપારિક મામલામાં ગ્રાહકોની અવરજવર વધશે. સુગર સંબંધિત રોગો પ્રત્યે એલર્ટ રહેવાની સલાહ છે. 


2. વૃષભ રાશિ
ભાગ્યનો સાથ મળશે. હનુમાનજીની પૂજા કરો. ક્રોધથી બચીને રહો. માથામાં દુખાવાની સમસ્યાથી પરેશાન થઈ શકો છો.


3. મિથુન રાશિ
રોકાણ કરવા માટે યોગ્ય સમય છે, જે લોકોએ દેવું કર્યું છે તે આ સમયમાં પૂરુ કરી દેશે. આલસથી દૂર રહો. ઓફિસના કામ અધુરા ન છોડો.


4. કર્ક રાશિ
પાર્ટનરનો સહયોગ મળશે. માર્ચ સુધી તેની સાથે તમારો તાલમાલ આજીવિકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 


5. સિંહ રાશિ
ઘરની જરૂરીયાત પૂરી કરવા માટે લોન લેવી પડશે. નોકરી વેપાર સંબંધિત કામ માટે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે.


6. કન્યા રાશિ
સંતાન તથા નાના ભાઈ-બહેનોના લગ્ન અને નોકરીમાં ખર્ચ વધશે. ખાનપાનમાં સંયમ રાખો. પેટમાં એસિડિટીની આશંકા છે. 


આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ કુંભ રાશિમાં થશે સૂર્યનું ગોચર, 30 દિવસ સુધી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય


7. તુલા રાશિ
નોકરી શોધી રહેલા મોટી કંપનીમાં અરજી કરો. ઘરને સુંદર અને અપડેટ કરવાનો સમય છે.


8. વૃશ્ચિક રાશિ
નેટવર્ક અને મિત્રોની સંખ્યામાં વધારો થશે. શોપિંગ ફરવા વગેરેમાં સમય પસાર કરી શકો છો.


9. ધન રાશિ
ગાવામાં રસ ધરાવનારને તક મળશે. સંતાનના ભવિષ્ય માટે અત્યારથી રોકાણની શરૂઆત કરી શકો છો. 


10. મકર રાશિ
ઉર્જા અને આળસને જરૂરીયાત પ્રમાણે બેલેન્સ કરી ચાલ. દેવીની ઉપાસના કરો, સાથે મહિલાઓનું સન્માન નોકરીમાં પ્રમોશન અપાવશે.


11. કુંભ રાશિ
સહ પરિવાર ફરવાનો પ્લાન બનશે. વિદેશમાં નોકરીની અરજી કરનારને શુભ સમાચાર મળી શકે છે. 


12. મીન રાશિ
પાછળ કરેલી મહેનતને કારણે પ્રમોશન થશે અને ધાર્યું પદ મળશે. ભાઈ-બહેન તરફથી શુભ સમાચાર મળી શકે છે.