1 વર્ષ બાદ કુંભ રાશિમાં થશે સૂર્યનું ગોચર, 30 દિવસ સુધી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

Surya Gochar: સૂર્ય દેવ એક રાશિમાં લગભગ 30 દિવસ બિરાજમાન રહે છે, જેની પોઝિટિવ અને નેગેટિવ અસર દરેક રાશિઓ પર પડે છે. શનિની રાશિમાં સૂર્ય ગોચર કરવાથી કેટલાક જાતકો માલામાલ થઈ શકે છે. 
 

સૂર્ય ગોચર

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન ખુબ મહત્વ ધરાવે છે. સૂર્ય દેવ મહિનામાં એકવાર ગોચર કરે છે. એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી સૂર્ય દેવ બિરાજમાન રહે છે, જેની શુભ-અશુભ અસર દરેક રાશિઓ પર પડે છે. હાલમાં સૂર્ય દેવ મકર રાશિમાં બિરાજમાન છે, તો 13 ફેબ્રુઆરીએ પોતાની ચાલમાં ફેરફાર કરશે. શનિ દેવ કુંભ રાશિમાં 13 ફેબ્રુઆરીએ પ્રવેશ કરશે. સૂર્ય દેવના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થશે. આવો આ રાશિ વિશે જાણીએ...

મેષ રાશિ

2/5
image

સૂર્યનું કુંભ રાશિમાં  ગોચર મેષ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. કાર્યાલયમાં તમારા કામની પ્રશંસા થશે. આ દરમિયાન તમને નવી જવાબદારી મળી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે. વેપારીઓ માટે આ સમય ખાસ રહેશે.  

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન સારૂ પરિણામ લઈને આવ્યું છે. તમે આ દરમિયાન વિદેશ યાત્રા કરી શકો છો. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. ધનનું આગમન થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો. પ્રેમ જીવન મધુર રહેશે.   

વૃષભ રાશિ

4/5
image

શનિની રાશિ કુંભમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકોને લાભ આપશે. તમારા પર સૂર્ય દેવની કૃપા રહેશે. ધર્મ-કર્મમાં મન લાગશે. તમે સકારાત્મક અનુભવ કરશો. આર્થિક સ્થિતિ સારી થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને બાળકો સાથે વધુ સમય પસાર કરો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.