Shukra Gochar 2023: 7 જુલાઈ 2023ના રોજ વૈદિક જ્યોતિષ અનુસાર ધન, વિલાસ, પ્રેમ, સુંદરતાનો કારક ગ્રહ શુક્ર રાશિ પરિવર્તન કરશે. શુક્ર કર્ક રાશિમાંથી ગોચર કરી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 23 જુલાઈ 2023 સુધી શુક્ર સિંહ રાશિમાં જ રહેશે. શુક્રનું રાશિ પરિવર્તન તમામ રાશિના લોકોના જીવન પર મોટી અસર કરશે. પરંતુ 3 રાશિ એવી છે જેમના માટે શુક્રનું ગોચર લાભકારી સાબિત થશે. આ રાશિના લોકો માટે કુબેરનો ખજાનો ખુલી જવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિઓને કરાવશે લાભ


આ પણ વાંચો:


જો ઝાડુ કરતી વખતે કરતાં હોય આ ભુલ તો સુધારી લેજો, કરવાથી ભોગવવી પડે છે દરિદ્રતા


Budh Gochar Rashifal: જાણો મિથુન રાશિમાં બુધના ગોચરથી કઈ રાશિ પર પડશે કેવી અસર


વક્રી શનિએ બનાવ્યો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 5 રાશિના લોકોની સતત વધતી રહેશે આવક


વૃષભ રાશિ
 
શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકોને સાનુકૂળ પરિણામ આપશે. વાહન અને મિલકત સંબંધિત લાભ થશે. નવું મકાન-કાર ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિથી પણ ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નવી જવાબદારી મળી શકે છે. આર્થિક લાભ થશે. અટકેલા પૈસા મળી શકે છે.


તુલા રાશિ 


શુક્ર ગ્રહ તુલા રાશિના લોકોને પણ લાભ આપશે. શુક્ર તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. શુક્રનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકોની આવકમાં જબરદસ્ત વધારો કરશે. ધનની આવક વધશે. જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. શુત્રુઓનો પરાજય થશે. રોકાણથી ફાયદો થશે.


કુંભ રાશિ 


શુક્રનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકોને દાંપત્યજીવનમાં લાભ કરાવશે. લવ પાર્ટનર સાથે સંબંધ સારા રહેશે. ધન લાભ થશે. તમારા પૈસા જો અટક્યા હતા તે હવે પરત મળશે. તમને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. અપરિણીત લોકો માટે લગ્ન સંબંધ આવી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)