Shukra Gochar 2024: એક વર્ષ પછી શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચરથી સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિ પણ સર્જાશે. 31 જુલાઈએ શુક્ર રાશિ પરિવર્તન કરશે જેના કારણે ઓગસ્ટ મહિનો સિંહ અને તુલા સહિત પાંચ રાશિ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટ મહિનામાં સૂર્ય પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે પ્રબળ શુક્રાદિત્ય યોગ બનશે. શુક્ર અને સૂર્યની યુતિથી પાંચ રાશિના લોકોને રાજસી સુખ ભોગવવા મળશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો કઈ કઈ રાશિને ફાયદો થશે. 


શુક્રના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો કરશે જલસા


આ પણ વાંચો: સિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશે


મેષ રાશિ 


શુક્ર મેષ રાશિના પાંચમાં ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે પ્રેમ અને પારિવારિક જીવન સારું રહેશે. આર્થિક બાબતોમાં જબરદસ્ત લાભ થશે. વેપારમાં સારી કમાણી થઈ શકે છે. શેર બજારમાં રોકાણ કરવા માટે સારો સમય. અપેક્ષા કરતાં પણ વધારે રિટર્ન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


વૃષભ રાશિ


શુક્ર ગ્રહ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે. આ ગોચર ચતુર્થ ભાવમાં થશે જેના કારણે કારકિર્દીમાં શાનદાર પ્રગતિ થશે. શુક્ર ગોચર વેપારમાં પણ ફાયદો કરાવશે. આ સમય દરમિયાન ભોગ વિલાસની વસ્તુઓ પર ખર્ચો થશે. કમાણી સારી થશે અને આવક તેમજ ખર્ચનું સંતુલન જળવાઈ રહેશે. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે.


આ પણ વાંચો: Chaturmas 2024: આ 5 રાશિઓ માટે ચાતુર્માસ ભાગ્યશાળી, 4 મહિના આ રાશિના લોકો કરશે રાજ


મિથુન રાશિ 


શુક્રનું ગોચર મિથુન રાશિના ત્રીજા ભાવમાં થશે. જેના કારણે કારકિર્દી અને કારોબારમાં પ્રગતિ જોવા મળશે. ઓગસ્ટ મહિનામાં સારી કમાણી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શેરબજારમાં રોકાણ કરવાથી મોટો નફો થશે. આર્થિક બાબતોમાં પહેલા કરતાં વધારે આત્મનિર્ભર સાબિત થશો. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. બહારનું ભોજન હાનિકારક સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો: 50 વર્ષ પછી સૂર્ય અને શનિએ બનાવ્યો ખતરનાક ષડાષ્ટક યોગ, જાણો કઈ રાશિઓએ રહેવું સાવધાન


તુલા રાશિ 


શુક્રનું ગોચર તુલા રાશિના નોકરી કરતા લોકોને પદોન્નતિ કરાવશે. બીજી નોકરીમાં સારી ઓફર મળી શકે છે. કારોબારમાં મોટી કમાણી થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. બેંક બેલેન્સમાં વધારો થશે. સંબંધો પહેલા કરતા સુધરશે. પારિવારિક સંબંધોમાં ખુશાલી આવશે. 


કુંભ રાશિ 


શુક્રનું ગોચર કુંભ રાશિના સાતમાં ભાવમાં થશે. તેના પ્રભાવથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. વિદેશ જઈને નોકરી કરવા માંગતા લોકોને સારી તક મળી શકે છે. આર્થિક બાબતોમાં લાભ થશે. ઓગસ્ટ મહિનામાં વેપારીઓ સારો બિઝનેસ કરશે. ભૌતિક સુવિધા વધશે.


આ પણ વાંચો: Purnima Upay: પૂનમની તિથિ પર કરેલા આ ઉપાય વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)