Shukra Rashi Parivartan 2023: પ્રેમ, સૌંદર્ય, એશ્વર્ય, આકર્ષણ, ભોગ, વિલાસિતાના કારક તથા વૃષભ અને તુલા રાશિના સ્વામી ગ્રહ શુક્રનું તેમની પોતાની રાશિ તુલાથી મંગળની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ માર્ગ શીર્ષ શુક્લ પક્ષ ત્ર્યોદશી તિથિ 24 ડિસેમ્બર 2023 રવિવારના રોજ થઈ ગયું છે. એટલે કે 25 ડિસેમ્બેર 2023ના સોમવારે સૂર્યના ઉદયની સાથે જ શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિમાં શરૂ થઈ ગયું અને તે 18 જાન્યુઆરી 2024ના ગુરુવાર સુધી વૃશ્ચિક રાશિમાં રહીને પોતાનો પ્રભાવ સ્થાપિત કરશે. શુક્રના પરિવર્તનની અસર મેષથી લઈને મીન રાશિના જાતકો પર વ્યાપક જોવા મળશે.  પણ જે રાશિઓ પર તેની સૌથી લાભકારી અસર જોવા મળશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
લગ્ન અને છઠ્ઠા ભાવના કારક થઈને સપ્તમ ભાવમાં ગોચર કરશે. પરિણામ સ્વરૂપે મનોબળમાં વધારાની સાથે દૈનિક આવકમાં પણ વધારો થશે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પ્રગતિની સ્થિતિ બની રહેશે. જો કે સાચવવાનું એ રહેશે કે ધનવાન વ્યક્તિ સાથે તણાવની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. જૂના રોગોથી સાચવવું. સ્પર્ધાત્મક પરીક્ષામાં સકારાત્મક સ્થિતિ પેદા થઈ શકે છે. રોજગારની નવી તકો ઊભી થશે. 


કર્ક રાશિ
એકાદશ અને સુખ ભાવના કારક થઈને પંચમ ભાવમાં ગોચર કરશે. પરિણામ સ્વરૂપે સંતાન પક્ષથી લાભની સ્થિતિ ઊભી થઈ શકે છે. અધ્યયન અધ્યાપનમાં પ્રગતિની સ્થિતિ રહેશે. લાભમાં વધારો થશે. આવકના સાધનો વધશે. અચાનક ધનલાભની સ્થિતિ ઊભી થઈ શકે છે. વેપાર અને વ્યાપારિક વિસ્તારમાં વધારાની સંભાવના છે. કૌટુંબિક અને માતૃસુખમાં વધારો થશે. 


સિંહ રાશિ
દશમ અને પરાક્રમ ભાવના કારક  થઈને ચતુર્થ ભાવમાં ગોચર શરૂ થશે. પરિણામ સ્વરૂપે સુખોમાં વધારો થશે. ગૃહ અને વાહનસુખમાં વધારો થઈ શકે છે. ભાઈ. બહેન અને મિત્રોનો સહયોગ સાનિધ્ય પ્રાપ્ત થઈ શકે છે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નોકરી વ્યવસાયમાં પરિવર્તન થઈ શકે છે. કાર્ય સ્થળ પર સકારાત્મક પ્રગતિ થઈ શકે છે. પરિશ્રમમાં ચાલી રહેલા અવરોધ સમાપ્ત થશે. પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવન સકારાત્મક રીતે બની રહેશે. 


કન્યા રાશિ
ભાગ્ય અને ધન ભાવના કારક  થઈને તૃતીય ભાવમાં ગોચર શરૂ થશે. પરિણામ સ્વરૂપે કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. પિતાનો સહયોગ મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. ભોગ વિલાસિતા પર ખર્ચ થઈ શકે છે. ભાઈ અને બહેનો તથા મિત્રોનો સહયોગ સાનિધ્ય પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક ગતિવિધિઓમાં સરાકાત્મકતા રહેશે. 


વૃશ્ચિક રાશિ
દ્વાદશ અને સપ્તમ ભાવના કારક થઈને લગ્ન ભાવમાં ગોચર શરૂ થશે. પરિણામ સ્વરૂપે કલાત્મકતામાં વધારો થશે. દૈનિક આવકમાં વધારો થઈ શકે છે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક સહયોગની સ્થિતિ થઈ શકે છે. જીવનસાથીથી લાભની સ્થિતિ પેદા થઈ શકે છે. ભાગીદરીના કાર્ોમાં પ્રગતિની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ભોગ વિલાસિતા પર ખર્ચ થઈ શકે છે. લાંબા અંતરની મુસાફરી  થઈ શકે છે. 


મકર રાશિ
પંચમ અને દશમ ભાવના કારક થઈને લાભ ભાવમાં ગોચર શરૂ કરશે પરિણામ સ્વરૂપે આવકના સંસાધનોમાં સકારાત્મકતા આવશે. વેપાર વિસ્તારમાં વધારો થશે. અચાનક ધનલાભની સ્થિતિ થશે. સંતાન પક્ષે લાભ થશે. બૌદ્ધિક ક્ષમતાના આધારે લાભની સ્થિતિ બની શકે છે. નોકરી વેપારમાં પરિવર્તનનો યોગબની રહ્યો છે. પદોન્નતિની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. 


કુંભ રાશિ
ભાગ્ય અને સુખ ભાવના કારક થઈને દશમ ભાવમાં ગોચર શરૂ કરશે. પરિણામે કાર્યો સકારાત્મક રીતે લાભ થશે. કાર્ય સ્થળ પર પ્રગતિ થશે. પદોન્નતિની પણ સ્થિતિ બની રહી છે. ગૃ અને વાહન સુખમાં વધારો થઈ શકે છે. માતા પિતાનો સહયોગ મળી શકે છે. કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકે છે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો કે વિસ્તાર થઈ શકે છે. જમીન સંપત્તિ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube