Shukra Gochar 2024: શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કર્યું છે. શુક્ર ગ્રહનો શનિની રાશિ કુંભમાં પ્રવેશ થયો છે. શુક્રનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના લોકોને ફાયદો કરશે તો કેટલીક માટે આ પરિવર્તન ભયંકર સાબિત થશે. ખાસ કરીને રાશિ ચક્રની બે રાશિ એવી છે જેમના માટે શુક્રનું રાશિ પરિવર્તન મહા સંકટ બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મહાશિવરાત્રિના આ 5 શુભ યોગમાં કરી લીધો આ મહાઉપાય, તો જીવનમાં શરુ થશે ધનનો વરસાદ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રેમ અને સૌંદર્યનો કારક ગ્રહ શુક્ર 7 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. આ રાશિ પરિવર્તન કન્યા અને કર્ક રાશિના લોકો માટે અશુભ ફળ આપનાર સાબિત થશે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રનું રાશિ પરિવર્તન આ બે રાશિને કેવું ફળ આપશે અને તેનાથી બચવા કેવા ઉપાય કરવા. 


શુક્ર ગોચરની નકારાત્મક અસર


આ પણ વાંચો: ગુરુવારે કપડા ધોવાથી શું થાય તે જાણી લેશો તો આજ પછી ક્યારેય નહીં કરો આ ભુલ


કર્ક રાશિ


શુક્રનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકોને સ્વાસ્થ્ય સમસ્યા આપી શકે છે. આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. આ સમય દરમિયાન પરિવારમાં પણ લડાઈ ઝઘડા થઈ શકે છે. શક્ય છે કે આ સમયે ખર્ચ વધી જાય અને બચત ન થાય. આ સમય દરમિયાન ધન કમાવું પણ મુશ્કેલ થઈ શકે છે.


આ પણ વાંચો: શનિની રાશિમાં શુક્ર મચાવશે ધમાલ, મેષ સહિત 4 રાશિના જીવનમાં થશે ધન, પ્રેમની એન્ટ્રી


કન્યા રાશિ


કન્યા રાશિ માટે પણ શુક્રનું રાશિ પરિવર્તન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ નથી. કન્યા રાશિના લોકોએ સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું છે. જરૂરી કામમાં વિલંબ થઈ શકે છે. આ સમય દરમિયાન ડાયાબિટીસ, કિડની કે લીવર સંબંધિત સમસ્યાના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. પિતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે. 


શુક્ર ગોચરની અશુભ અસરને દૂર કરવાના ઉપાય 


આ પણ વાંચો: હોળીના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ


- આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે શુક્રવારે પર્સમાં ચાંદીનો સિક્કો મૂકવો. હંમેશા તેને સાથે જ રાખવો.


- દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને પાંચ લાલ ફુલ અથવા તો કમળના ફૂલ અર્પણ કરો 


- જ્યોતિષની સલાહ લઈને જમણા હાથની મધ્યમાં આંગળીમાં હીરો ધારણ કરો.


આ પણ વાંચો: જેની કુંડળીમાં આ બે ગ્રહ હોય શુભ તો વ્યક્તિ રમે છે સોના-ચાંદીમાં, ઝડપથી મળે સફળતા


- સુખી દાંપત્ય જીવન માટે બેડરૂમમાં ગુલાબ ક્વાર્ટસ ક્રિસ્ટલ રાખો.


- ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપો અને નિયમિત રીતે અત્તરનો ઉપયોગ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)