Mahashivratri 2024: મહાશિવરાત્રિના આ 5 શુભ યોગમાં કરી લીધો આ મહાઉપાય, તો જીવનમાં શરુ થશે ધનનો વરસાદ

Mahashivratri 2024: હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ અને શુક્રવારે ઉજવાશે. આ દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. આ યોગ દરમ્યાન કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો તે સિદ્ધ સાબિત થાય છે અને ધન આકર્ષિત થાય છે.

મહાશિવરાત્રીના શુભ યોગ

1/8
image

આ વર્ષે મહાશિવરાત્રી પર શિવ યોગ, સિદ્ધ યોગ, ગજકેસરી યોગ, ધન યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં આ પાંચ યોગને અતિ શુભ ગણવામાં આવ્યા છે તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરી લેવાથી પણ વ્યક્તિને વિશેષ લાભ થાય છે. 

સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય

2/8
image

જો તમે જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો મહાશિવરાત્રી પર શિવ મંદિરમાં જઈને શિવજીની પૂજા કરો. ત્યારબાદ રાત્રે ફરી શિવ મંદિરમાં જઈને શિવજીની સામે ઘીનો દીવો કરો. 

લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઉપાય

3/8
image

જો તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો શિવરાત્રીના દિવસે બીલીપત્રના ઝાડની નીચે ઉભા રહીને ખીર અને ગાયના ઘીનું દાન કરવું. આ ઉપાય કરવાથી ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ભૌતિક સુખ વધે છે.

પાપથી મુક્તિ મેળવવાનો ઉપાય

4/8
image

જાણતા અજાણતા દરેક વ્યક્તિથી પાપ કર્મ થતા હોય છે આ પાપ કર્મોથી મુક્ત થવાનો દિવસ મહાશિવરાત્રી હોય છે. પાપ મુક્તિ માટે શિવરાત્રીના દિવસે ગરીબ કે જરૂરિયાત મંદ વ્યક્તિને ધન અનાજ કે અન્ય વસ્તુઓનો દાન કરવું જોઈએ 

દરિદ્રતાથી છુટકારો મેળવવા

5/8
image

જો દરિદ્રતા તમારો પીછો છોડતી ન હોય તો મહાશિવરાત્રી પર આ ઉપાય કરી લો. મહાશિવરાત્રીની રાત્રે ઘરમાં એક નાનકડું શિવલિંગ બનાવો અને વિધિ વિધાનથી તેનો અભિષેક કરો. ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક 108 વખત ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. આ રીતે રાત્રે શિવજીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મળે છે. 

સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા

6/8
image

જીવનમાં સુખ અને સમૃદ્ધિ સતત વધતા રહે તેવી ઈચ્છા હોય તો ભગવાન શિવને મહાશિવરાત્રી પર તલ અને જવ અર્પણ કરો. સાથે જ 21 બીલીપત્ર ઓમ નમઃ શિવાય લખીને શિવજીને અર્પણ કરો. 

મનોકામના પૂર્તિ માટે

7/8
image

જો તમારા મનમાં કોઈ ઈચ્છા છે અને લાંબા સમયથી તે પૂરી નથી થઈ રહી તો મહાશિવરાત્રીના દિવસે કાળા મરી થોડા કાળા તલ હાથમાં લઈને શિવજીનું પૂજન કરો. પૂજન દરમિયાન આ વસ્તુઓ પણ શિવલિંગને અર્પણ કરો અને પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરો. થોડા દિવસોમાં જ મનોકામના પૂર્ણ થશે.

8/8
image