Shukra Guru Navpancham Drishti: પંચાંગ અનુસાર સપ્ટેમ્બર 2024 ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ શુભ અને ખાસ મહિનો છે. આ મહિનામાં પ્રભાવશાળી ગ્રહોની ચાલ બદલશે. જેના કારણે તેમને અન્ય ગ્રહો સાથે ખાસ યુતિ અને વિશેષ યોગ સર્જાશે. જેમાં આ મહિનામાં શુક્ર અને ગુરુની દ્રષ્ટિથી શક્તિશાળી નવપંચમ દ્રષ્ટિ સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ ચાલશે ઉલ્ટી ચાલ, વૃષભ સહિત 3 રાશિઓ પર બેશુમાર ધન વરસશે


વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને ગુરુ એકબીજાથી 120 ડીગ્રીની અવસ્થામાં પોતાની ચાલ બદલશે. જેને જ્યોતિષ શાસ્ત્રમાં નવપંચમ દ્રષ્ટિ કહેવાય છે. આ સમય ફળદાયી અને શુભ હોય છે. 15 સપ્ટેમ્બરથી આ યુતિ સર્જાશે અને સાથે જ 3 રાશિવાળા લોકોનું ભાગ્ય બુલંદીઓ પર હશે. 


શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિથી 3 રાશિને થશે લાભ


આ પણ વાંચો: શુક્રના નક્ષત્ર પરિવર્તનથી બદલશે આ રાશિઓનું જીવન, નોકરીમાં વધશે પદ, અચાનક મળશે ધન


વૃષભ રાશિ


શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિથી વૃષભ રાશિના લોકોના જીવનમાં અનુકૂળ સમય શરુ થશે. વિચારોમાં સકારાત્મકતા આવશે. આત્મવિશ્વાસ વધશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા વધારે મહેનત કરશો. આવકમાં વધારો થવાના પ્રબળ યોગ. વેપારમાં લાભ થશે. નોકરીમાં પદોન્નતી થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. લવ લાઈફમાં મધુરતા વધશે. સંબંધો મજબૂત થશે. 


આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, અમીર પણ બની જાય ગરીબ


તુલા રાશિ


તુલા રાશિના લોકોના સ્વભાવ અને માનસિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. પર્સનાલિટીમાં નિખાર આવશે. લોકપ્રિયતા વધશે. શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિથી કલા અને સૌંદર્ય સાથે જોડાયેલા લોકોને લાભ થવાના યોગ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને ભાગીદારીથી નફો થશે. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે. લવ લાઈફમાં સ્થિરતા આવશે.


આ પણ વાંચો: શનિના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે મહાલાભ, 3 રાશિઓ સાડાસાતી અને ઢૈયાથી થશે મુક્ત


ધન રાશિ


સ્વભાવ અને માનસિક સ્થિતિ સારી રહેશે. શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિથી ઉત્સાહ વધશે. શિક્ષા અને ધર્મ સાથે જોડાયેલા લોકોની આવક વધશે. નોકરી કરતા લોકોને યાત્રા કરવી પડી શકે છે. આ યાત્રા લાભદાયી સિદ્ધ થશે. વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક મળશે. લવ લાઈફમાં નવો રોમાંચ અનુભવાશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)