Grah Gochar: ઓક્ટોબર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં પ્રભાવશાળી ગ્રહના કેટલાક યોગ સંયોગ બનવા જઈ રહ્યા છે. જે લોકોના જીવનને પ્રભાવિત કરશે. ઓક્ટોબર મહિનામાં બુધ, મંગળ, સૂર્ય, શુક્ર પોતાની રાશિ બદલશે અને એકબીજા સાથે વિશેષ યોગ પણ બનાવશે. આ ગ્રહોની અસર લોકોના જીવનની સાથે દેશ દુનિયા અને પ્રકૃતિ પર પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં ગરબાનું છે મહત્વ


8 ઓક્ટોબર 2024 ના રોજ બે પ્રભાવશાળી ગ્રહ એટલે કે શુક્ર અને મંગળ ખાસ યોગ બનાવશે. 8 ઓક્ટોબરથી શુક્ર અને મંગળનો નવ પંચમ દૃષ્ટિ યોગ સર્જાશે. જે ત્રણ રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. આ ત્રણ રાશિના લોકોને શુક્ર અને મંગળના કારણે અપાર ધનલાભ થશે. 


શુક્ર મંગળની નવ પંચમ દ્રષ્ટિ આ રાશિઓને કરાવશે ફાયદો 


આ પણ વાંચો: તુલા સહિત 3 રાશિઓ આજથી રાજા જેવા ઠાઠમાં રહેશે, શનિના ડબલ ગોચરથી છપ્પરફાડકે ધન વરસશે


મેષ રાશિના લોકો માટે શુક્ર અને મંગળની નવ પંચમ દૃષ્ટિ વેપાર સંબંધિત ફાયદા કરાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન મહેનત રંગ લાવશે. શેર માર્કેટમાં રોકાણથી સારું રિટર્ન મળશે. નોકરીમાં પદ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કાર્યની સરાહના થશે. ધન કમાવાની તક મળશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. લોકપ્રિયતા વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ વૃષભ રાશિમાં વક્રી થશે, નવરાત્રીથી સાતમા આસમાને હશે 4 રાશિના લોકો


તુલા રાશિ 


શુક્ર મંગળની નવપંચમ દૃષ્ટિ તુલા રાશિના લોકોને લાભ કરાવનાર સાબિત થશે. આવકમાં વધારો થશે. વેપારનો વિસ્તાર થશે. પ્રમોશન મળી શકે છે. આ લોકોની પ્રતિભાની સરાહના થશે. ધન કમાવાની નવી તકો મળશે. શેર માર્કેટમાં રોકાણથી સારો લાભ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. 


આ પણ વાંચો: Weekly Horoscope: ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં આ 5 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ


સિંહ રાશિ 


શુક્ર મંગળની નવ પંચમ દૃષ્ટિથી આ રાશિના લોકોનો વેપાર વધશે. વ્યાપારિક સંબંધો મજબૂત થશે. આવકમાં વૃદ્ધિ થશે. શેર માર્કેટમાં રોકાણથી સારો લાભ થશે. કાર્યક્ષેત્રમાં ધન કમાવાની નવી તકો મળશે. કાર્યક્ષમતા વધશે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. વિવાહના યોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)