Shukra Rashi Parivartan 2023: શુક્ર ગ્રહનું મેષ રાશિમાં ગોચર, આ ત્રણ જાતકોને મળશે મોટો લાભ
Shukra Rashi Parivartan 2023: નવગ્રહોમાં શુક્ર ગ્રહને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. શુક્ર ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર થાય છે. જાણો શુક્ર ગોચરનો કઈ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે.
નવી દિલ્હીઃ Shukra Rashi Parivartan 2023 Positive Effect on Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ રાશિ પરિવર્તનનું ખુબ મહત્વ હોય છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તો દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. હોળીના ત્રણ દિવસ બાદ શુક્રદેવ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. શુક્ર ગોચરની કેટલીક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે તો કેટલીક રાશિઓ પર અશુભ પ્રભાવ પડશે. શુક્રને સુખ-સમૃદ્ધિ, વૈભવ તથા એશ્વર્ય વગેરેના કારક માનવામાં આવે છે. શુક્ર ગોચરથી ઘણી રાશિના જાતકોને કરિયરની સાથે આર્થિક મોર્ચા પર લાભ થશે. જાણો શુક્ર ગોચરથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે.
સિંહ રાશિઃ શુક્ર ગોચરનો સિંહ રાશિના જાતકોને વધુ લાભ મળશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે અને કાર્યોમાં સફળતા હાસિલ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને શુભ સમાચાર મળશે. કરિયરમાં લાભ થશે. આવકમાં વધારાનો યોગ છે.
આ પણ વાંચોઃ બુધવારે કરી લો આ ખાસ કામ, આર્થિક ઉન્નતિ સાથે દરેક સમસ્યાઓનું મળશે સમાધાન
કર્ક રાશિઃ શુક્ર રાશિ પરિવર્તનની કર્ક રાશિના જાતકોને લાભ મળશે. કાર્યસ્થળ પર સહયોગીઓનો સાથ મળશે. વેપારીઓને લાભ મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધન લાભનો યોગ બની રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને શુભ સમાચાર મળી શકે છે.
મીન રાશિઃ મીન રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમને આકસ્મિત ધન લાભ થઈ શકે છે. માર્કેટિંગ તથા મીડિયા ક્ષેત્રમાં જોડાયેલા લોકોને લાભ મળશે. પ્રમોશનની રાહ જોઈ રહેલાં લોકોને શુભ સમાચાર મળી શકે છે. આવકમાં વધારાનો યોગ પણ છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)
આ પણ વાંચો- આ દિવસે લાગશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, 3 રાશિના જાતકોનું સૂર્યની સમાન ચમકશે ભાગ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube