Wednesday Remedy: બુધવારે માત્ર આટલું કરવાથી ખુશ થઈ જશે ગણપતિ, બની જશે બધી બગડેલી બાજી
Budhwar Aarti: બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ગણેશજીનું સ્મરણ કરીને તેમની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જો પૂજા કર્યા પછી ગણેશજીની આરતી કરવામાં ન આવે તો પૂજા અધૂરી રહી જાય છે.
Trending Photos
Jai Ganesh Jai Ganesh Aarti: હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે ગણેશજીના નામથી કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો વ્યક્તિના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. એવી માન્યતા છે કે ગજાનનની પૂજા કરવાથી દરેક કાર્ય શુભ બને છે.
બુધવારે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કર્યા પછી જો તેમની આરતી યોગ્ય રીતે કરવામાં ન આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. કહેવાય છે કે આરતી કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.
આરતી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશજીની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ગણેશને જ્ઞાન આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ગણેશજીની આરતી કરવાથી પણ બુદ્ધિ મળે છે. કાર્યમાં સફળતા મેળવવા અને સારી બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણેશજીની આરતી અવશ્ય કરો.
આરતીમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
હિંદુ માન્યતાઓ અનુસાર, ગણેશજીની આરતીમાં ગણેશજીના પ્રિય ભોગ જેવા કે મોદક, લાડુ, કેળા વગેરેનો પણ સમાવેશ કરવો જોઈએ.
ગણેશજીની આરતી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.|
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
સૂર? શ્યામ શરણ આએ સફલ કીજે સેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.|
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંયો:
રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી
ધૂળેટીના તહેવારને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું,આ સ્થળો સવારથી સાંજ સુધી બંધ
ભારત 20 હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે, પાકિસ્તાનના રૂટનો ઉપયોગ નહીં થાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે