shukra gochar effect 2024: સુખ અને સુવિધાઓના કારક ગ્રહ શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. 19 મેના રોજ સવારે 08:51 શુક્રનું ગોચર વૃષભ રાશિમાં થશે. 19 મેથી 12 જૂનના સાંજે 06:37 સુધી શુક્ર પોતાની રાશિ વૃષભમાં રહેશે. શુક્ર જ્યારે ફળ આપે છે તો સુખ, સુવિધાઓ, મજબૂત સંબંધો વગેરે આપે છે, પરંતુ જ્યારે તેનો અશુભ પ્રભાવ હોય છે, તો તેનાથી વિપરિત હોય છે. વૃષભમાં શુક્ર ગોચરથી 2 રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે. શુક્રનું આ રાશિ પરિવર્તન તેમના જીવનમાં અશાંતિ લાવી શકે છે. તેમનું સુખ અને ચેન છીનવી શકે છે. આવો જાણીએ મે મહિનામાં શુક્ર ગોચરથી કઇ 2 રાશિવાળા પર નકારાત્મક અસર પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
દરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકે


શુક્ર ગોચરથી આ 2 રાશિવાળા થઇ શકે છે પરેશાન
મિથુન

શુક્રનું ગોચર તમારા માટે અશુભ અને નકારાત્મક પ્રભાવ પડી શકે છે. 19 મેથી 12 જૂન સુધી તમે કોઇપણની ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરો, ખાસકરીને જેમને તમે સારી રીતે ઓળખતા નથી. તેમના કહેવા પર કરવામાં આવેલું રોકાણ અથવા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણય તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આવા લોકો તમને દગો આપી શકે છે. તમારે સાવધાન રહેવાની જરૂર છે. 


Solar Storm:ધરતી સાથે ટકરાશે શક્તિશાળી સૌર વાવાઝોડું, અંધારામાં ડૂબી શકે છે અનેક દેશ
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર


તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ દરમિયાન કોઇ કામમાં ઉતાવળ ન કરો. તે તમારા માટે હાનિકારક હોઇ શકે છે. કોઇપણ નવું કામ કરતાં પહેલાં તેમના તમામ પક્ષોને યોગ્ય રીતે જાણી લો. આમ ન થતાં તે કામ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય. 


આ દરમિયાન તમારે ખર્ચા પર કાબૂ રાખવો પડશે. નહી તો ફાલતૂ ખર્ચના કારણે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે અને તમારા પર દેવું થઇ શકે છે. આ સ્થિતિથી બચવું પડશે. 


Upcoming SUV: 1,2 નહી ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ 6 નવી SUV
New Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!


મીન 
તમારી રાશિના જાતકોને કેરિયર ક્ષેત્રમાં આકરી મહેનત કરવી પડશે. બની શકે કે તમે કામ માટ વધુ ભાગદોડ કરો અને સફળતા ન મળે. તમારા પ્રદર્શનને સારું બનાવવા માટે ખૂબ પરિશ્રમની જરૂર પડી શકે છે કારણ કે તમારા માટે અનુકૂળ સમય નથી. 


2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓ
ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત


જે લોકો વેપાર કરે છે તેઓએ રોકાણના મામલામાં સાવધાની રાખવી પડશે. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. તમને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં શુક્રની અશુભ અસર તમારા સંબંધો પર પણ નકારાત્મક અસર કરી શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ.