Shukra Shani Yuti: કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા અને શત્રુ વધશે
Shukra Shani Yuti: 28 ડિસેમ્બર 2024 થી કુંભ રાશિમાં શનિ અને શુક્ર એક સાથે હશે. આ યુતિ 3 રાશિના લોકોના ભુક્કા બોલાવી દેશે. 26 દિવસ સુધી આ રાશિના લોકોએ સાવધાન રહેવું. જીવનમાં ઊથલપાથલ સર્જી દેશે શનિ અને શુક્ર.
Shukra Shani Yuti: ધન અને ઐશ્વર્ય આપનાર ગ્રહ શુક્ર દર 26 દિવસે રાશિ બદલે છે. શુક્ર જ્યારે રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. કેટલીક રાશિ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કેટલીક માટે અશુભ સાબિત થાય છે. તેમાં પણ શુક્ર ગ્રહ જો કોઈ ગ્રહ સાથે યુતિ બનાવે છે તો તેનો પ્રભાવ વધી જાય છે.
આ પણ વાંચો: કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ
વર્ષ 2024 ના અંતે શુક્ર ગ્રહ શનિ સાથે યુતિ બનાવશે આ યુતીની અશુભ અસર 3 રાશિઓ પર પડશે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સાથે ધન હાનિ પણ સહન કરવી પડી શકે છે.
આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
પંચાંગ અનુસાર શુક્ર 28 ડિસેમ્બરે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. જેના કારણે કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતી બનશે. આ યુતીની અસર 26 દિવસ સુધી રહેશે જેના કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં પણ 26 દિવસ દરમ્યાન ઉતાર-ચઢાવ આવી શકે છે તેથી આ રાશિના લોકોએ સંભાળીને રહેવું જરૂરી છે.
આ પણ વાંચો: Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
કન્યા રાશિ
શુક્ર અને શનિની યુતી કન્યા રાશિના છઠ્ઠા ભાવમાં બનશે. કન્યા રાશિના લોકોને શત્રુ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સરકાર રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન શાંત રહેવાના પ્રયત્ન કરો. ક્રોધના કારણે સંબંધો બગડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કારણ વિનાના ખર્ચ સામે આવી શકે છે જેના કારણે આર્થિક તંગી ઊભી થશે.
આ પણ વાંચો: Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા
ધન રાશિ
કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતી બનશે ધન રાશીના લોકોને અશુભ અસર કરશે. ધન રાશીના લોકોને 26 દિવસ સુધી સાવધાન રહેવું પડશે. આ સમય દરમિયાન આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. કરજ ન લેવું પડે તે વાતનું ધ્યાન રાખવું. પરિવારમાં લડાઈ ઝઘડા થઈ શકે છે. આ સમય દરમિયાન ધીરજથી શાંતિ રાખીને વાતચીત કરવી. કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું.
આ પણ વાંચો: જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
મીન રાશિ
શુક્ર અને શનિની યુવતી મીન રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન મહેનતનું ફળ નહીં મળે. આ રાશિના લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન કોઈ સાથે શત્રુતા નુકસાન પહોંચાડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોઈપણ નિર્ણય ઉતાવળથી લેશો તો નુકસાન ભોગવવું પડશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)