Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, ખાસ કામ કરવાનું હોય તો આ દિવસે કરજો, ત્રણ ગણો લાભ થશે, 7 રાશિઓ માટે શુભ દિવસ

Tripushkar Yoga: વર્ષ 2024 નો છેલ્લો દિવસ અને વર્ષ 2025 ની શરુઆત ખાસ રહેવાની છે. આ દિવસે ત્રિપુષ્કર યોગ બનવાનો છે. 31 તારીખે ધ્રુવ યોગ પણ રહેશે. આ બંને યોગ કોઈપણ કામમાં ત્રણ ગણો લાભ કરાવી શકે છે.

Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, ખાસ કામ કરવાનું હોય તો આ દિવસે કરજો, ત્રણ ગણો લાભ થશે, 7 રાશિઓ માટે શુભ દિવસ

Tripushkar Yoga: હિંદુ પંચાંગ અનુસાર મંગળવાર અને 31 ડિસેમ્બર 2024 એટલે કે વર્ષના છેલ્લા દિવસે વિશેષ યોગ બનવાનો છે. આ યોગ 7 રાશિઓ માટે વરદાન સમાન હશે. આ દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ યોગની અસર 1 જાન્યુઆરી 2025 ના રોજ પણ રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં ત્રિપુષ્કર યોગને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલું કોઈપણ કામ ત્રણ ગણું ફળ આપે છે. આ દિવસે કોઈપણ કામ કરવાથી જબરદસ્ત સફળતા મળે છે અને ધન લાભ પણ થઈ શકે છે. 

31 ડિસેમ્બર 2024 નું પંચાંગ

31 ડિસેમ્બર 2024 ના રોજ ત્રિપુષ્કર યોગનો સંયોગ પૂર્વાસાઢા નક્ષત્રમાં થઈ રહ્યો છે. મંગળવારે આખો દિવસ ધ્રુવ યોગ પણ બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગ, પૂર્વાસાઢા નક્ષત્ર અને ધ્રુવ યોગ 31 ડિસેમ્બરે એક સાથે હશે જે સૌથી શુભ છે. આ યોગ એક, બે નહીં 7 રાશિઓ માટે શુભ છે. 

ત્રિપુષ્કર યોગ આ 7 રાશિ માટે શુભ

મેષ રાશિ

ત્રિપુષ્કર યોગથી મેષ રાશિના લોકોને કરિયરમાં શાનદાર તકો મળશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. વેપારમાં મોટી ડીલ થઈ શકે છે. રોકાણ અને સંપત્તિના મામલે લાભના યોગ છે. વ્યક્તિગત જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે સમય આર્થિક સમૃદ્ધિનો રહેશે. રોકાણથી અણધાર્યો લાભ થશે. નોકરી કરતા લોકોને પગાર વધારાનો લાભ થશે. નવો વેપાર શરુ કરવાની યોજના છે તો શરુઆત કરવા માટે શુભ સમય.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને આ યોગ દરમિયાન ત્રણ ગણું ફળ મળશે. રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ થશે. નોકરીમાં કામના વખાણ થશે. આત્મવિશ્વાસ વધશે. વિદેશ યાત્રાના પણ યોગ

કન્યા રાશિ

કન્યા રાશિ માટે સમય નવી સંભાવનાઓનો છે. કાર્યક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. ભાગીદારીના કામથી વધારે લાભ થશેય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દુર થશે. જીવનનો આનંદ માણશો.

ધન રાશિ

ધન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ મળશે. શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. યાત્રા દરમિયાન મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભવિષ્ય માટે સમય લાભદાયક. નાણાકીય લાભ થશે. 

મકર રાશિ

મકર રાશિના લોકોને સંપત્તિ અને રોકાણના મામલે લાભ થશે. જુનું ઘર કે વાહન લેવાનું વિચારતા હોય તો સમય અત્યંત શુભ. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. વિવાદનો અંત આવશે.

મીન રાશિ

મીન રાશિ માટે આર્થિક પ્રગતિના સંકેત મળે છે. નવી નોકરીની તકો મળી શકે છે. કલા, સંગીત સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. રોકાણથી ત્રણ ગણો લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news