Shukra Rashi Parivartan: ધન-ઐશ્વર્યના કારક શુક્રદેવ નવેમ્બરમાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. શુક્ર ગોચર 30 નવેમ્બર રાત્રે 12 કલાક 5 મિનિટ પર થશે. શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાંથી નિકળી ઉચ્ચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્ર ગોચર દરેક 12 રાશિઓ પર પ્રભાવ પાડશે. શુક્રના તુલા રાશિમાં જતા કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જ્યોતિષ ગણના અનુસાર શુક્ર ગોચરના પ્રભાવથી મેષ સહિત અન્ય રાશિના જાતકોને ધન લાભ તથા કરિયરમાં પ્રગતિના શુભ સમાચાર મળી શકે છે. જાણો તે રાશિઓ વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રદેવ જીવનમાં ખુશીઓ લઈને આવશે. શુક્ર ગોચર કાળમાં વેપારીઓના વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયમાં તમારી લવ લાઇફ પહેલા કરતા સારી થશે. કેટલાક જાતકો લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભકારી રહેવાનું છે. શુક્ર ગોચરના પ્રભાવથી તમારા માટે ધન લાભનો યોગ બનશે. પારિવારિક જીવન સારૂ રહેવાનું છે. ભૂમિ, ભવન કે વાહનની ખરીદી કરી શકો છો. વૃદ્ધોના આશીર્વાદ મળશે. વેપાર કરનાર જાતકોને સારો નફો થઈ શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળવાના સંકેત છે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. 


આ પણ વાંચોઃ સોમવારે કરો આ 3 મંત્રોનો જાપ, શિવજી થશે પ્રસન્ન, ગણતરીના દિવસોમાં મનોકામના થશે પુરી


કન્યા રાશિ
શુક્રના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. શુક્રદેવની કૃપાથી તમારા કાર્યોમાં સફળતા હાસિલ થશે. તમે તમારી વાણીથી બધાને આકર્ષિત કરશો. આર્થિક સ્થિતિમાં પહેલાથી સુધાર થશે. નોકરી કરનાર જાતકોને સારી તક મળશે. શુક્ર રાશિ પરિવર્તનથી તમારી લવ લાઇફ સારી થઈ શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube