Somwar Ke Upay: સોમવારે કરો આ 3 મંત્રોનો જાપ, શિવજી થશે પ્રસન્ન, ગણતરીના દિવસોમાં મનોકામના થશે પુરી

Somwar Ke Upay: શાસ્ત્રો અનુસાર જો રોજ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિને ઘણા ફાયદા થાય છે. મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને મનમાં ભક્તિ ભાવ વધે છે, આ સિવાય શુભ કાર્ય કરતાં પહેલાં મંત્રોનો જ જાપ કરવાથી કાર્યમાં સફળતા મળે છે

Somwar Ke Upay: સોમવારે કરો આ 3 મંત્રોનો જાપ, શિવજી થશે પ્રસન્ન, ગણતરીના દિવસોમાં મનોકામના થશે પુરી

Somwar Ke Upay: હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આમ તો સપ્તાહના કોઈપણ દિવસ ભગવાન શિવની પૂજા કરી શકાય છે. પરંતુ સોમવારના દિવસે કરેલી પૂજાનું ફળ વિશેષ હોય છે. માન્યતા છે કે સોમવારે કેટલાક મંત્રોનો જાપ કરી ભગવાનની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને તે ભક્તોની મનોકામના તુરંત પૂરી કરે છે.

ઓમ નમઃ શિવાય

સોમવારના દિવસે સવારે સ્નાન કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે. આ ખૂબ જ સરળ મંત્ર છે જે ભગવાન શિવનો મૂળ મંત્ર પણ કહેવાય છે તેનો જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના અટકેલા કામ પૂરા થવા લાગે છે.

મહા મૃત્યુંજય મંત્ર

માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી બીમારી અને અકાળ મૃત્યુનું જોખમ ટળી જાય છે. આ મંત્રનો જાપ કરતી વખતે ધ્યાન રાખો કે મંત્રનું ઉચ્ચારણ શુદ્ધ હોય જો ખોટા મંત્રનું ઉચ્ચારણ કરશો તો જીવનમાં કષ્ટ વધી શકે છે.

શિવ નમસ્કાર મંત્ર

સોમવારે સવારે સ્નાનાદી કર્મ કરીને ભગવાન શિવની પૂજા શરૂ કરો તે પહેલા શિવ નમસ્કાર મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરીને શિવજીની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.

મંત્ર જાપના ફાયદા

શાસ્ત્રો અનુસાર જો રોજ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિને ઘણા ફાયદા થાય છે. મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને મનમાં ભક્તિ ભાવ વધે છે, આ સિવાય શુભ કાર્ય કરતાં પહેલાં મંત્રોનો જ જાપ કરવાથી કાર્યમાં સફળતા મળે છે. મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે અને શરીરમાં સકારાત્મકતા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news