Shukra Vakri 2023: વૈદિક જ્યોતિષ અનુસાર પ્રેમ, વિલાસતા, સમૃદ્ધિ, રોમાંસ, સૌંદર્ય અને ભૌતિક સુખનો કારક ગ્રહ શુક્ર છે. શુક્રની સ્થિતિના આધારે વ્યક્તિને જીવનમાં ઉપરોક્ત સુખ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે શુક્રનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર વ્યક્તિની સુખ-શાંતિ પર સૌથી વધુ થાય છે. 7 જુલાઈ 2023ના રોજ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં શુક્રના પ્રવેશ સાથે શુભ યોગ સર્જાશે. આ યોગના કારણે 5 રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રના રાશિ પરિવર્તનની સકારાત્મક અસર


આ પણ વાંચો:


મંગળનું સિંહ રાશિમાં થયું ગોચર, લાભ મેળવવા દર મંગળવારે રાશિ અનુસાર કરી લો આ સરળ કામ


Vastu Tips: જમતી વખતે આ દિશા તરફ મોં રાખતાં વ્યક્તિ હંમેશા રહે છે કરજમાં ગળાડૂબ


જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી આ 5 રાશિના લોકોના ધાર્યા કામ થશે પુરા, ધનના તો થશે ઢગલા


વૃષભ રાશિ - શુક્રનું ગોચર વૃષભ રાશિના લોકો લાભ કરાવશે. ભાગ્ય તમારો સાથ આપશે. તમારી આવકમાં વધારો થશે. તમે નવું વાહન ખરીદી શકો છો. તમે રોકાણ કરી શકો છો. પરિવારમાં ખુશીઓ આવશે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે. લગ્ન ઈચ્છુકને યોગ્ય જીવનસાથી મળી શકે છે.


કર્ક રાશિ - શુક્રનું ગોચર કર્ક રાશિના લોકો માટે પણ લાભકારી રહેશે. વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. ધનથી ફાયદો થશે. ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરને લઈને કોઈ સારા સમાચાર મળી શકે છે. ધંધો સારો ચાલશે.


કન્યા રાશિ - શુક્રનું આ ગોચર કન્યા રાશિના લોકોને સુખ અને સમૃદ્ધિ આપનાર સાબિત થશે. ખાસ કરીને જે લોકો વિદેશ સંબંધિત કામ કરે છે, તેમને મોટો ફાયદો થશે. વિદેશ જવાની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. તમારી આવક વધશે અને સુવિધાઓ પણ વધશે.


તુલા રાશિ - તુલા શુક્રની સ્વરાશિ છે અને શુક્રનું આ ગોચર તુલા રાશિના લોકોને લાભ આપશે. આર્થિક સમૃદ્ધિ વધશે. અટકેલા કામ પૂરા થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમારી સ્થિતિ ઘણી સારી રહેશે. વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહયોગ મળશે.


કુંભ રાશિ - શુક્રનું ગોચર કુંભ રાશિના લોકો માટે સુખ-સમૃદ્ધિમાં વધારો કરનાર હશે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. વેપારમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત મળશે. પ્રવાસ પર જઈ શકો છો.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)