Vastu Tips: જમતી વખતે આ દિશા તરફ મોં રાખતાં વ્યક્તિ હંમેશા રહે છે કરજમાં ગળાડૂબ

Vastu Tips: જો ઘરમાં કેટલીક બાબતોમાં દિશાનું ધ્યાન રાખવામાં આવે તો ત્યાં રહેતા લોકોનું જીવન ખુશીઓથી છલોછલ રહે છે. વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આજે તમને આવો જ એક ફાયદાકારક નિયમ જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. 

Vastu Tips: જમતી વખતે આ દિશા તરફ મોં રાખતાં વ્યક્તિ હંમેશા રહે છે કરજમાં ગળાડૂબ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે. કઈ દિશામાં કયુ કાર્ય કરવું શુભ અને કયુ કાર્ય કરવું અશુભ ગણાય છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. જો ઘરમાં કેટલીક બાબતોમાં દિશાનું ધ્યાન રાખવામાં આવે તો ત્યાં રહેતા લોકોનું જીવન ખુશીઓથી છલોછલ રહે છે. વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આજે તમને આવો જ એક ફાયદાકારક નિયમ જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. 

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મહત્વના સ્થાન અને વસ્તુઓ રાખવાની યોગ્ય દિશા સાથે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિએ ભોજન કરતી વખતે કઈ દિશા તરફ મોં રાખવું અને કઈ દિશા તરફ મોં ન રાખવું. જમતી વખતે યોગ્ય દિશા તરફ મોં રાખવામાં આવે તો તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. સાથે જ જો ખોટી દિશા તરફ મોં રાખો છો તો નુકસાન થાય છે. 

આ પણ વાંચો:  

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર જમતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને ગંભીર બીમારી પણ થઈ શકે છે. જમતી વખતે ઉત્તર અને પૂર્વ દિશા તરફ મોં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા તરફ મોં રાખી ભોજન કરવાથી સૌથી અશુભ ફળ મળે છે. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. એટલા માટે આ દિશા તરફ મોં કરી ભોજન કરવાથી ઉંમર ઘટે છે અને દુર્ભાગ્ય વધે છે.

- વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશાને પણ ભોજન માટે યોગ્ય માનવામાં આવતી નથી. પશ્ચિમ તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ પર કરજ વધે છે.  જો તમે નિયમિત આ દિશા તરફ મોં રાખી જમશો તો કરજમાં ગળાડૂબ થઈ જશો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news