Vakri Shukra 2023 in Kumbh: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ, વૈભવ-ઐશ્વર્યનો કારક ગ્રહ છે. આ સાથે જ શુક્ર ગ્રહ પ્રેમ-રોમાન્સ, આકર્ષણ, સૌંદર્યનો દાતા પણ છે. આથી જે લોકોની કુંડળીમાં શુક્ર ઉચ્ચ હોય તેઓ રાજાની જેમ આલીશાન અને શાનદાર જીવન જીવે છે. તેમનું જીવન ધન, દૌલત, ઐશ્વર્ય, પ્રેમથી ભરપૂર રહે છે. તેમની પર્સનાલિટીમાં ગજબનું આકર્ષણ હોય છે. શુક્ર હાલ સિંહ રાશિમાં છે અને કાલે 23મી જુલાઈથી વક્રી થઈ ગયો છે. શુક્ર 7 ઓગસ્ટ 2023 સુધી ઉલ્ટી ચાલ ચલશે. શુક્રની વક્રી ચાલ 43 દિવસ સુધી લોકો પર ખુબ અસર કરશે. જેમાં 4 રાશિવાળા તો એવા છે જેમના માટે શુક્ર ખુબ લાભ કરાવશે. આ લોકોને શુક્ર ખુબ ધન, દૌલત, પ્રેમ આપશે. આવો જાણીએ વક્રી શુક્ર કઈ રાશિવાળાને લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી શુક્ર આ રાશિવાળાને કરાવશે મબલક ફાયદો


વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામિ શુક્ર છે અને શુક્રનું વક્રી થવું એ આ રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવશે. આ જાતકોના ધન-સંપત્તિમાં ખુબ વધારો થશે. આવક વધવાથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે. કરજમાંથી મુક્તિ મળશે. બચત કરવામાં સફળ રહેશો. વાહન-ઘર ખરીદી શકશો. જીવનમાં  સુખના સાધન વધશે. 


મિથુન રાશિ
શુક્રની ઉલ્ટી ચાલ મિથુન રાશિના જાતકોને અચાનક ધનલાભ કરાવશે. ખાસ કરીને જે લોકો મીડિયા, લેખન, ફિલ્મ-મોડલિંગ કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ખુબ લાભ થશે. ભાગ્યની મદદથી તમામ કામ બનતા જશે.


કર્ક રાશિ
શુક્રનું વક્રી થવું એ કર્ક રાશિ માટે મોટો આર્થિક ધનલાભ કરાવશે. ફસાયેલા પૈસા પાછા મળશે. આવક વધશે, માન સન્માન મળશે. તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું થશે. કરિયરમાં પ્રગતિ થશે. 


તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને શુક્રની ઉલ્ટી ચાલ આ જાતકોની આવક વધારશે. નોકરી-વેપાર માટે લાભદાયી સમય છે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળશે. મોટું પદ મળી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. લવ પાર્ટનર સાથે સારો સમય વિતાવશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)