Shukrawar Ke Upay: શુક્રવારે કરેલા આ અચૂક ઉપાયથી મળે છે માં લક્ષ્મીના આશીર્વાદ, વર્ષોની ગરીબી પણ થઈ જાય દુર
Shukrawar Ke Upay: શારદીય નવરાત્રિનો ચાલી રહી છે અને આજે માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ દેવી ભગવતી આદ્યશક્તિને પણ સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ યોગ્ય વિધિ-વિધાન સાથે માં ભગવતીની પૂજા કરે છે તેનું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જતા સમય નથી લાગતો.
Shukrawar Ke Upay: શારદીય નવરાત્રિનો ચાલી રહી છે અને આજે માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ દેવી ભગવતી આદ્યશક્તિને પણ સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ યોગ્ય વિધિ-વિધાન સાથે માં ભગવતીની પૂજા કરે છે તેનું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જતા સમય નથી લાગતો. વ્યક્તિ જીવનમાં જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો આજે તમને શુક્રવારે કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.
શુક્રવારે કરવાના ચમતત્કારી ઉપાયો
આ પણ વાંચો:
રાશિફળ 20 ઓક્ટોબર : આ રાશિઓ પર થશે મહાલક્ષ્મીની કૃપા, નોકરી-વેપારમાં મળશે મોટો લાભ
30 વર્ષ પછી એકસાથે સર્જાયા 3 રાજયોગ, આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
પંચકમાં મૃત્યુ થાય તો કેવી રીતે કરવા અંતિમ સંસ્કાર? જાણો ગરુડ પુરાણ અનુસાર સાચી રીત
માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સ્નાન કર્યા પછી તેમની પૂજા કરવી. તેમની મૂર્તિની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સફેદ ચંદનનું તિલક કરી અને તેમને લાલ ફૂલ ચઢાવવા. આ ઉપાય સતત 21 શુક્રવારે કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને વ્યક્તિ સુખી જીવન જીવે છે.
રોગ અને શોક દુર કરવાનો ઉપાય
જો ઘરમાં રોગ અને શોક રહેતા હોય તો માતાના ક્રોધને શાંત કરવાની જરૂર હોય છે. તેના માટે શુક્રવારે માં કાળીની પૂજા કરો અને તેમને લાલ રંગના વસ્ત્ર અર્પણ કરો અને સાથે જાસૂદના ફૂલ ચઢાવો. આ દિવસે લાલ અથવા પીળા કપડા પહેરવા.
માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા
માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે વ્રત રાખો અને તેમની મૂર્તિની પૂજા કરો. આ સાથે દુર્ગાસપ્તશતી પાઠ અથવા ચંડી પાઠ કરવો. આ સાથે આ દિવસે કન્યાઓને ભોજન કરાવી જરૂરિયાતમંદોને દાન આપવું. આ ઉપાય કરવાથી પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)