Shukrawar Upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. જેના પર તેમની કૃપા થઈ જાય તેના જીવનમાં ધન વૈભવની ખામી રહેતી નથી. દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ જુઓ તો એવું કહેવાનું મન થઈ જાય કે તેમના પર માતા લક્ષ્મીના ચાર હાથ છે. માતા લક્ષ્મીની આવી કૃપા તમને પણ પ્રાપ્ત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 1 મે 2024 થી આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે, 1 વર્ષ સુધી બે હાથે ભેગું કરશે ધન


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. જો તમે પણ તમારા ઘરને સુખ સમૃદ્ધિથી છલોછલ કરવા માંગો છો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી સંબંધિત આ ઉપાય જરૂર કરવા. 


શુક્રવારના ઉપાય 


આ પણ વાંચો: Guruwar Tulsi Upay: દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે


1. શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડ ખવડાવવી. દર શુક્રવારે આમ કરવાથી ધન સંબંધિત બાધા દૂર થાય છે. 


2. શુક્રવારના દિવસે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની પૂજા કરો. માતા લક્ષ્મી ને પૂજામાં કમળનું ફૂલ ચડાવી શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. 


3. જો તમારા હાથમાં પૈસો ટકતો ન હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મી મંદિરમાં કમળનું ફૂલ મખાના કોડી અને શંખ અર્પણ કરો. 


આ પણ વાંચો: Mangalwar Upay: મંગળવારે કરો આ 5 ઉપાય, હનુમાનજી ગણતરીના દિવસોમાં મનોકામના કરશે પુરી


4. શુક્રવારે ઘરની સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું. ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરી ગરમા ગંગાજળ છાંટવું અને સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઘીનો દીવો કરવો. આમ કરવાથી સૌભાગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે છે.


5. શુક્રવારે લક્ષ્મી પૂજાની સાથે લક્ષ્મી નારાયણનો પાઠ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ જરૂર ધરાવો.


આ પણ વાંચો: નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી પ્રસન્ન થાય છે માં દુર્ગા, જાણો પાઠ કરવાના નિયમો


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)