Signs of Bad Luck: ખરાબ સમય આવતા પહેલા મળે છે આવા સંકેત, બદબાદીથી બચવું હોય તો થઈ જાવ સતર્ક!
Symptoms of bad luck in Gujarati: ઘણીવાર આપણા જીવનમાં એવી અજીબ ઘટનાઓ થવા લાગે છે, જે ખરાબ સમય આવવાનો સંકેત આપે છે. ઘણીવાર આ અશુભ ઘટનાઓ થવા પાછળનું કારણ સમજાતું નથી.
નવી દિલ્હીઃ Signs of Bad Luck at home in Gujarati: દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. તે ઘણા પ્રકારના સુખ-દુખમાંથી પસાર થાય છે. ઘણીવાર સૌભાગ્ય તેના દ્વારે પહોંચે છે તો ઘણીવાર તેનો સામનો દુર્ભાગ્યથી થાય છે. સૌભાગ્ય-દુર્ભાગ્ય આવતા પહેલા કેટલાક ખાસ પ્રકારના સંકેત આપે છે. ધર્મ શાસ્ત્રોથી લઈને વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને શકુન શાસ્ત્ર વગેરેમાં આ પ્રકારના સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આજે આવા કેટલાક સંકેતો વિશે જાણો જે અપ્રિય થવાનો ઇશારો આપે છે.
ઘરમાં દુર્ભાગ્ય આવવાના સંકેત
- ગરૂડ પુરાણ અનુસાર જો ઘરમાં નમકીન વસ્તુમાં કાળી કીડી નજર આવે તો તે ખરાબ સમય આવવાનો સંકેત છે. તેવામાં કોઈ જ્યોતિષની સલાહ લઈને તેનું સમાધાન કરાવી લેવું જોઈએ.
- જો ઘરમાં વારંવાર દૂધ ઉભરાઈને ઢોળાઈ. સાવચેતી રાખ્યા બાદ પણ જો તે થાય તો સારૂ નથી. આમ થવા પર સતર્ક થઈ જાવ.
આ પણ વાંચો- નોકરી માટે પરેશાન છો તો આ વાસ્તુ ટિપ્સ અજમાવો, આસાનાથી મળી જશે નોકરી
- ઘરમાં જો અચાનકથી કોઈ ચામાચીડિયું જોવા મળે તો તે જણાવે છે કે જીવનમાં ખરાબ સમય આવવાનો છે. તે આર્થિક સંકટ કે કોઈ અન્ય મુશ્કેલી આવવાનો ઇશારો કરે છે.
- ઘરમાં લાગેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો ધન નુકસાન થવાના કે ઘરમાં સુખ સમૃદ્ધિ જવાનો સંકેત હોઈ શકે છે.
- ઘરમાં વારંવાર કાંચ તૂટવા લાગે તો આ ઘટનાને નજરઅંદાજ ન કરો. આ કોઈ સંકટ આવવા તરફ ઇશારો કરે છે.
- બિલાડી રોવે તે સારૂ માનવામાં આવતું નથી. જો વારંવાર ઘરની અંદર કે આસપાસ બિલાડી કે કુતરાના રડવાનો અવાજ સંભળાઈ તો કંઈક ખરાબ થવાનો ઇશારો છે.
આ પણ વાંચોઃ Guru Gochar 2023: મંગળની રાશિ મેષમાં ગુરૂનું 12 વર્ષ બાદ ગોચર, આ જાતકોને થશે ફાયદો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube