Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ
Shukra Dosh: જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો તેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. જો કુંડળીમાં શુક્ર દોષ હોય અને જીવનમાં સમસ્યાઓ આવતી હોય તો તેને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Shukra Dosh: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાનમાં હોય છે તેને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે. આવી વ્યક્તિ જીવનના દરેક સુખ ભોગવે છે. પરંતુ જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો તેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. જો કુંડળીમાં શુક્ર દોષ હોય અને જીવનમાં સમસ્યાઓ આવતી હોય તો તેને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવા ઉપરાંત કેટલાક એવા કાર્યો પણ છે જેને કરવાથી બચવું જોઈએ.
આ પણ વાંચો:
Jyeshtha Purnima 2023: જેઠ માસની પૂર્ણિમા પર કરેલા આ કામ દુર્ભાગ્યનું બને છે કારણ
Dhan Labh Upay: દુર થશે ધન સંબંધિત દરેક સમસ્યા, એકવાર અજમાવો આ અચૂક ટોટકા
Shani Sade Sati: શનિની સાડાસાતીની આ રાશિઓ પર નથી થતી અસર, નથી અટકતાં કોઈ કામ
શુક્ર દોષ હોય તો આ કામ કરવાથી બચવું
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો ભૂલથી પણ શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિ પાસેથી સફેદ રંગની વસ્તુઓનું દાન ન લેવું. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ ભેટ તરીકે સ્વીકારવી નહીં.
2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શુક્ર દોષ હોય તેમણે શુક્રવારે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ.
3. જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો આવા લોકોએ માંસાહાર અને મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ.
શુક્ર દોષ દુર કરવાના ઉપાય
1. શુક્ર દોષ દુર કરવા માટે શુક્રવારે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત ઓછામાં ઓછા 11 શુક્રવાર સુધી કરવું જોઈએ.
2. શુક્ર દોષ દુર કરવા શુક્રવારે ઘરમાં કામ કરતી મહિલાને સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
3. શુક્ર દોષ કરવા અને નબળા શુક્રને મજબૂત કરવા 'ઓમ શુક્રાય નમઃ' મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)