Sita Navami 2023: આ દિવસે ઉજવાશે સીતા નવમી, સુખી લગ્નજીવન માટે કરો આ સરળ ઉપાય
Sita Navami 2023: વૈશાખ મહિનાના શુક્લપક્ષની નવમીને સીતા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે અખંડ સૌભાગ્ય માટે અને સુખી લગ્નજીવન માટે માતાસીતાની પૂજા કરવામાં આવે છે.
Sita Navami 2023: વૈશાખ મહિનાના શુક્લપક્ષની નવમીને સીતા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે અખંડ સૌભાગ્ય માટે અને સુખી લગ્નજીવન માટે માતાસીતાની પૂજા કરવામાં આવે છે. સીતા નવમીના દિવસે શુભ મહુર્તમાં માતાસીતાને શૃંગારની સોળ સામગ્રી અર્પણ કરવી અને આ મંત્ર " શ્રી જાનકી રામાભ્યાં નમઃ"નો 108 વખત જાપ કરવો. માન્યતા છે કે આમ કરવાથી લગ્ન જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો:
Astro Tips: બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે અશુભ, જાણો શા માટે ન કરવું આ કામ
27 એપ્રિલે મેષ રાશિમાં ગુરુના ઉદય સાથે ચમકી જશે આ 5 રાશિઓનું ભાગ્ય, ધનાધન થશે લાભ
Shani Vakri 2023 : શનિ કુંભ રાશિમાં થશે વક્રી, આ રાશિના જીવનમાં થશે મોટી ઊથલપાથલ
- માતાસીતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ દિવસે માતાજીને ખીરનો ભોગ પણ ચડાવવો જોઈએ. ત્યાર પછી આ ખીર સાત કન્યાઓને પ્રસાદ તરીકે આપવી. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
- લગ્ન કરવામાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે માતા સીતા અને શ્રીરામની ઉપાસના કરવી. આ સાથે જ સારા જીવનસાથીની કામના પૂરી કરવા માટે સીતા નવમીના દિવસે જાનકી સ્ત્રોતનો પાઠ કરવો.
- જો લગ્ન નક્કી થવામાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે હળદરની પાંચ ગાંઠ લેવી અને તેને પીળા કપડામાં બાંધીને યોગ્ય જીવનસાથીની કામના સાથે માતા સીતાના ચરણોમાં અર્પણ કરવી.
- જો વૈવાહિક જીવનમાં સમસ્યા આવતી હોય તો સીતા નવમીના દિવસે સીતા ચાલીસાનો પાઠ કરવો અને સુખી લગ્નજીવન માટે પ્રાર્થના કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)