Garuda Puran: જે જન્મે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. જન્મના સમયે ઉત્સવ મનાવવામાં આવે છે. મૃત્યુના સમયે દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. કોઈને મરવાની ઈચ્છા નથી હોતી, પણ મૃત્યુ એક સત્ય છે જેને બદલી નથી શકાતું. ત્યારે મૃત્યુ બાદ શબને અંતિમ સંસ્કાર માટે શ્મશાનમાં લઈ જવામાં આવે છે. સ્મશાનથી પાછા ફરી ઘરમાં પ્રવેશ કરતા પહેલા આપણે સ્નાન કરીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સોળ સંસ્કાર માંથી અંતિમ સંસ્કાર એક છે. અંતિમ સંસ્કાર એવી પ્રક્રિયા છે જેમાં શરીર પંચતત્વમાં વિલિન થાય છે. તેથી જ અંતિમ સંસ્કાર કરતી વખતે કેટલાક રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. આમ કરવું અનિવાર્ય છે. કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમયાત્રા નીકળે છે અને સ્મશાનમાં લઈ જઈ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અંતિમ યાત્રા દરમિયાન મોટાભાગના લોકો સફેદ કપડામાં જોવા મળે છે અને સ્મશાનથી પરત આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવામાં આવે છે અને પછી જ ઘરમાં પ્રવેશ મળે છે. આમ કરવાનું પણ ખાસ કારણ છે. 


મૃત શરીર પર જીવાણુંનો કબજો!
એવુ કોઈ વ્યકિત મૃત્યુ પામ્યુ હોય કે જેમને પહેલેથી બિમારીઓ હોય અને તે સંક્રમિત જીવાણુંઓને કારણે થઈ હોય તો મૃત્યુ પછી આ જીવાણુંઓ તેના શરીર પર કબજો જમાવી લે છે. સ્મશાનમાં હાજર દરેક વ્યકિતને આ જીવાણુંઓનો હુમલો થઈ શકે છે. પરિણામે સ્મશાનથી આવ્યા બાદ નાહવાનો રિવાજ છે. જેને કારણે સંક્રમિત જીવાણુંઓનો પ્રભાવ શરીર પરથી ઓછો થઈ જાય છે.


મડદા પર શા માટે પહેરવામાં આવે છે સફેદ કપડા?
કોઈના અંતિમ સંસ્કારમાં સફેદ વસ્ત્રો ધારણ કરવા પાછળ એક વિશેષ કારણ છે. સફેદ રંગને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ શાંતિ અને સ્વચ્છતાનું પ્રતિનિધિત્વ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખી, સકારાત્મક ઉર્જાને મજબૂત બનાવે છે. કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સ્મશાન જવું પડે છે, એવામાં સ્મશાનમાં રહેલી નકારાત્મક શક્તિઓને પોતાનાથી દૂર રાખવા માટે સફેદ કપડા પહેરવામાં આવે છે.


શાસ્ત્રો અનુસાર સફેદ રંગ સાત્વિક રંગ છે અને તે શાંતિ વ્યક્ત કરે છે. સાથે જ આ રંગ નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવતા બચાવે છે. તેજીત સ્મશાનમાં જતી વખતે સફેદ રંગના કપડા પહેરવામાં આવે છે જેથી તમે નકારાત્મક ઊર્જાના સંપર્કમાં આવવાથી બચો. 


અંતિમ સંસ્કાર પછી શું ન કરવું ? 
- ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને પરત ફરો તો પાછળ ફરીને જોવું નહીં. માન્યતા અનુસાર જો તમે આવું કરો છો તો તમે તે વ્યક્તિનો મોહ ભંગ કરો છો. દાહ સંસ્કાર પછી વ્યક્તિની આત્મા મોહના કારણે પોતાના ઘરે આવવા ઈચ્છે છે તેવામાં પાછળ ફરીને ક્યારેય જોવું નહીં. 


- સ્મશાનથી પરત ફરો એટલે ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્મશાનમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાઓ રહેતી હોય છે તેથી ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરી પહેલા કપડાં ધોઈ નાખવા જોઈએ ત્યાર પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. 


- જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં 12 દિવસ સુધી તે વ્યક્તિની આત્માને શાંતિ માટે દીવો પ્રજવલિત કરવો જોઈએ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન પિંડદાન કરવું જોઈએ.


આવું કરશો તો આત્મા થઈ જશે પ્રસન્ન
જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં વ્યક્તિની આત્માની શાંતિ માટે સતત 12 દિવસ સુધી દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે પિતૃપક્ષમાં પિંડદાન પણ કરવું જોઈએ. આવું કરવાથી મૃત વ્યક્તિની આત્મા ખુશ થાય છે અને આત્માને શાંતિ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)