Eclipse 2024 in India and occur Virgo zodiac: નવા વર્ષમાં કન્યા રાશિમાં બે ગ્રહણ લાગશે, ત્યારબાદ ઓક્ટોબરમાં પણ કન્યા રાશિમાં સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આ રીતે નવા વર્ષમાં કન્યા રાશિમાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ લાગવાના છે, તો મીન રાશિમાં પણ બે ગ્રહણ લાગી રહ્યાં છે. નવા વર્ષની વાત કરીએ તો વર્ષ 2024 ચાર ગ્રહણ લઈને આવી રહ્યું છે. 25 માર્ચે કન્યા રાશિમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણ લાગશે. ત્યારબાદ 8 એપ્રિલે મીન રાશિમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગશે. પછી 18 સપ્ટેમ્બરે મીન રાશિમાં આંશિક ચંદ્ર ગ્રહણ લાગશે અને અંતમાં 2 ઓક્ટોબરે કન્યા રાશિમાં વલયાકાર સૂર્ય ગ્રહણ લાગવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારે કન્યા અને મીન રાશિ માટે ગ્રહણને કારણે એવા પ્રભાવ હશે, જે પરિવર્તનશીલ હશે. આ ખગોળીય ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી, ચંદ્રમા અને સૂર્ય એક સાથે આવે છે, જેમાં ચંદ્રમા કે સૂર્યની ઉપસ્થિતિમાં અસ્થાયી પરિવર્તન થાય છે. કન્યા રાશિમાં જ્યાં વર્ષ 2024માં બે ગ્રહણ લાગી રહ્યાં છે તો મીન રાશિમાં વર્ષ 2024માં બે ગ્રહણ લાગી રહ્યાં છે. આ પ્રકારે વર્ષ 2024માં ચારેય ગ્રહણ કન્યા અને મીન રાશિમાં લાગી રહ્યાં છે. તેવામાં આ બંને રાશિઓ પર ગ્રહણનો પ્રભાવ પડશે, કન્યા અને મીન રાશિના જાતકોએ ગ્રહણના ત્રણ મહિના સુધી સાવધાન રહેવું પડશે. 


આ પણ વાંચોઃ 1000 વર્ષ પછી 3 ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, 2024 માં 3 રાશિઓને અચાનક થશે ધનલાભ


ખાસ કરીને લાભના મામલામાં આ ગ્રહણ કુંભ, કન્યા અને સિંહ રાશિના જાતકો માટે શુભ હશે. આ રાશિના લોકોના અટવાયેલા કામ થશે અને નફો વધશે. વર્ષ 2024નું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે થશે. વર્ષ 2024નું છેલ્લું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરે લાગશે, વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે લાગશે. વર્ષ 2024નું છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના સવારે 6 કલાક 12 મિનિટ પર શરૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube