Surya Grahan 2023: 3 રાશિના લોકોને અચાનક ધન લાભ કરાવશે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ, દિવાળી પહેલા બનશે અમીર
Surya Grahan 2023: વર્ષ 2023 નું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં. 14 ઓક્ટોબરે પિતૃપક્ષની અમાસ પણ છે જેને સર્વપિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સૂર્યગ્રહણ થવાથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે.
Surya Grahan 2023: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને એક મહત્વપૂર્ણ ઘટના કહેવામાં આવે છે. આ બંને ઘટના એવી છે જે દરમિયાન કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે આ સમય દરમિયાન કેટલાક કાર્ય કરવાની મનાઈ પણ હોય છે આ બંને નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે.
વર્ષ 2023 નું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં. 14 ઓક્ટોબરે પિતૃપક્ષની અમાસ પણ છે જેને સર્વપિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સૂર્યગ્રહણ થવાથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કન્યા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં લાગશે તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના પર આ સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને તેમને લાભ થશે.
આ પણ વાંચો:
નવરાત્રિના પ્રથમ દિવસનો આ સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના
Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ
દિવાળી પહેલા આ રાશિના લોકોને લાગશે લોટરી, ઘરમાં થશે માતા લક્ષ્મી અને કુબેરની પધરામણી
મિથુન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઓક્ટોબર મહિનાના 15 દિવસના અંતરાલમાં થવા જઈ રહ્યું છે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે જે મિથુન રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે આ સૂર્યગ્રહણ તેમના સૌભાગ્યમાં વધારો કરશે અને નાણાકીય લાભની તકો પણ વધારશે આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં પણ પ્રગતિ થવાની સંભાવના છે આ સમય દરમિયાન આ રાશિના લોકોને પ્રતિષ્ઠા સમાજમાં વધશે આ રાશિના લોકોને અચાનક ધન લાભ પણ થશે.
સિંહ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2023 નું છેલ્લું સૂર્યગ્રહણ સિંહ રાશિના લોકો માટે પણ શુભ અને ફળદાય રહેવાનું છે. સૂર્યગ્રહણ દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હશે. સિંહ રાશીના લોકોને આ સ્થિતિ લાભ કરાવનાર સાબિત થશે આ રાશિના લોકોના સૌભાગ્યમાં વધારો થશે અને જવાબદારીઓ પણ વધશે નોકરી કરતા લોકોને આ સમયે પ્રગતિ મળશે વ્યવસાય સંબંધિત કાર્યોમાં પણ લાભ થશે આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે.
તુલા રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો વિશેષ રહેવાનો છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંને તુલા રાશિના લોકો માટે ખાસ અને અનુકૂળ પરિણામ લઈને આવશે આ સમય દરમિયાન ભાગ્યોદય થશે અને કાર્યોમાં ગતિ આવશે અટકેલા કામ આ સમય દરમિયાન પૂરા થવાની સંભાવના છે આ સમય દરમિયાન ચારે તરફથી સકારાત્મક સમાચાર સાંભળવા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)