Dhanlabh ke Upay: ધન પ્રાપ્તિની ઈચ્છા દરેકની હોય છે કારણ કે આજના સમયમાં પૈસા વિના જીવન જીવવું શક્ય જ નથી. જો તમારી પાસે પૈસા હોય તો જ બધું કામ થઈ શકે છે. સામાન્ય દિનચર્યામાં પણ પૈસાની જરૂર પડે છે. તેમાં પણ જો પરિવાર સાથે સુખ સમૃદ્ધિથી જીવન જીવવું હોય તો તેના માટે જરૂરી છે કે કમાયેલો પૈસો તમારી પાસે ટકે. ઘણા લોકોના જીવનમાં આ સમસ્યા હોય છે. તેઓ અઢળક ધન કમાય છે પરંતુ કમાયેલું ધન અણધાર્યા ખર્ચમાં ખર્ચાઈ જાય છે અને તેમના હાથ ખાલી જ રહી જાય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય અને ઘરમાં રૂપિયો ટકતો ન હોય તો ધન પ્રાપ્ત કરવાના અને ધન ટકે તે માટેના કેટલાક ઉપાયો કરવાથી તમને લાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન પ્રાપ્તિના ઉપાય


આ પણ વાંચો: મંગળ 5 ફેબ્રુઆરીએ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓનું ભાગ્ય મારશે પલટી, ચારેતરફથી થશે લાભ


ગોમતી ચક્રનો ઉપાય


11 ગોમતી ચક્રને એક બ્લુ રેશમી કપડામાં બાંધીને તેની સામે ઘીનો દીવો કરો. માતા લક્ષ્મીને યાદ કરો અને પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો. 


શનિવારનો ઉપાય


સાડાસાતીની દશા ચાલતી હોય ત્યારે પણ આર્થિક સમસ્યા વધારે રહે છે. આવી સ્થિતિમાં કોઈ પણ માસના કૃષ્ણ પક્ષના પહેલા શનિવારે પીપળાની નીચે તલના તેલનો દીવો કરવાની શરૂઆત કરો. ત્યાર પછી દર શનિવારે આ કામ કરો. તેનાથી આર્થિક સમૃદ્ધિ વધશે. 


આ પણ વાંચો: Shani Upay: શનિ થાય નારાજ તો રાજા પણ બની જાય રંક, આ ઉપાયો કરી શનિને રાખો પ્રસન્ન


દુર્વાનો ઉપાય


ગણેશજીને પૂજામાં ચડાવેલી દુર્વાને લીલા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી ધન વૃદ્ધિ થાય છે.


કાળા તલનો ઉપાય


શનિવારના દિવસે પોતાના અથવા તો પરિવારના કમાતા સભ્યના માથા પરથી કાળા તલ સાત વખત ઉતારી ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો. તેનાથી આર્થિક સ્થિરતા ધીરે ધીરે વધવા લાગે છે. 


આ પણ વાંચો: ફેબ્રુઆરી મહિનામાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 5 રાશિના લોકો થશે માલામાલ


શુક્રવારનો ઉપાય


કોઈપણ માસના શુક્લ પક્ષના પહેલા શુક્રવારે ચાંદીની ડબ્બીમાં નાગકેસર, કાળી હળદર તેમજ સિંદૂર રાખીને તમે જે જગ્યાએ ધન રાખતા હોય તે જગ્યાએ આ ડબ્બી રાખી દો. બીજા દિવસથી જ તેનો પ્રભાવ તમને દેખાવા લાગશે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)