Somvati Amavasya 2024: શાસ્ત્રોમાં સોમવતી અમાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસ પણ સોમવારે આવી રહી છે. આ દિવસને સોમવતી અમાસ પણ કહેવાય છે. સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ganesh Chaturthi 2024: આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવી?


સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસે કરેલા દાનથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે રુષ્ટ પિતૃઓને મનાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. આ દિવસે કરેલા કેટલાક ઉપાયથી પિતૃદોષથી મુક્તિ મળે છે. 


આ પણ વાંચો: આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશે


ક્યારે છે સોમવતી અમાસ ?


આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર અને સોમવારે સવારે 5.21 મિનિટે થશે. સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બરે સવારે 7.24 મિનિટે થશે. આ રીતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. 


આ પણ વાંચો: 3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ


સોમવતી અમાસના શુભ મુહૂર્ત 


હિંદુ પંચાંગ અનુસાર સોમવતી અમાસના શુભ મુહૂર્ત સવારે 4.38 મિનિટથી શરૂ થઈ જશે અને 5.24 મિનિટ સુધી રહેશે. આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6:00 કલાકથી શરૂ થશે અને 7.44 મિનિટ સુધી રહેશે. 


સોમવતી અમાસની રાત્રે કરો આ ઉપાય 


આ પણ વાંચો: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગ


- સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. 


- પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)