Bad Luck Signs: ઘણી વખત આપણે ઉતાવળમાં કામ કરતા હોય ત્યારે કોઈ વસ્તુ આપણા હાથમાંથી પડી ને ઢોળાઈ જતી હોય છે. આ ઘટનાને આપણે સામાન્ય માનીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ જો હાથમાંથી અચાનક ઢોળાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઢોળાઈ જવી તે આર્થિક સંકટ તરફ ઈશારો કરે છે આવી ઘટનાઓની અવગણના કરવી જોઈએ નહીં. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે હાથમાંથી પડે અને ઢોળાઈ જાય તેને અશુભ માનવામાં આવે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Budh Margi 2023: આજથી બદલી જશે આ 5 રાશિના લોકોના દિવસો, બુધ માર્ગી થઈ ધનના કરશે ઢગલા


રાશિફળ 15 મે: આ રાશિ પર આજે રહેશે મહાદેવના આશીર્વાદ, કાર્યોમાં મળશે સફળતા


Laung Totke: માલામાલ કરી શકે છે લવિંગના આ ટોટકા, ક્યારેય ખાલી નહીં રહે તિજોરી
 


મીઠું


ધાર્મિક દ્રષ્ટિએ મીઠાનું ખૂબ જ મહત્વ છે. મીઠું સૌભાગ્યનું પ્રતિક કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે છે. જો હાથમાંથી મીઠું ઢોળાઈ જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ થાય છે કે જીવનમાં સમસ્યાઓ આવવાની છે.
 


દૂધ


દૂધ ચંદ્રનું કારક હોય છે. જો ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને તે ઉભરાઈ જાય અથવા તો દૂધનો ગ્લાસ તમારા હાથમાંથી ઢોળાઈ જાય તો તેને સારું ગણવામાં નથી આવતું. દૂધ ઢોળાવવું તે આર્થિક સંકટ નો ઈશારો હોય છે. 
 


મરી


અચાનક હાથમાંથી મરી ઢોળાઈ જવા પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે હાથમાંથી મરી ઢોળાઈ જાય તો સંબંધોમાં સમસ્યા આવે છે અને ઘરમાં વિવાદ થઈ શકે છે.
 


અનાજ


હાથમાંથી અનાજ ઢોળાઈ જાય અથવા તો ભોજન પીરસથી વખતે અન્ન ઢોળાય તે પણ અશુભ ગણાય છે. તેનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરમાં દરીદ્રતા વધે છે.
 


તેલ


તેલ ઢોળાવવું પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેલનો સંબંધ શની સાથે હોય છે તેથી વારંવાર તેલ ઢોળાવવું ધનહાનિ તરફ સંકેત કરે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)