અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ આવે, અમે અહીંયા જ છીએ

Stone Pelting On Gujarat Congress Office : લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર અમદાવાદમાં થયો વિરોધ.... રાહુલ ગાંધીએ હિંદુ પર કરેલી ટિપ્પણીનો થયો વિરોધ.... હિંદૂઓને હિંસક કહેવા મામલે બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી... રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર કાળી શાહી લગાવી વિરોધ કરાયો

અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ આવે, અમે અહીંયા જ છીએ

Ahmedabad News : સંસદમાં આજે પણ હંગામાના અણસાર છે. રાહુલ ગાંધીના સંસદમાં ગઈકાલે હિન્દુઓને હિંસક કહેવાના મુદ્દે મામલો ગરમાયો છે. ત્યારે સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ ઉપર કાળી ઇન્ક લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રચાર પ્રસારના બેનર્સ ઉપર કોંગ્રેસ નેતાઓના લખાયેલા નામો ઉપર બ્લેક સ્પ્રે છાંટી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહિ, આજે વહેલી સવારે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર પણ ફેંકવામા આવ્યા. 

  • રાહુલ ગાંધીનો સંસદમાં દમદાર અંદાજ
  • હિંદુત્વના મુદ્દા પર ભાજપને ઘેર્યુ
  • મહિલા, મણિપુર મુદ્દા પર આક્રમક ભાષણ
  • શાસક પક્ષના નેતાઓની બોલતી બંધ કરી દીધી
  • શિવજીની તસવીર બતાવી ભાજપને હિંસક ગણાવી
  • રાહુલ ફ્રન્ટ ફૂટ પર, ભાજપ બેકફૂટ પર

કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર ફેંકાયા
હિન્દુઓ મામલે સંસદમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનનો મામલો હવે રાજકીય તૂલ પકડી રહ્યો છે. રાહુલના ગાંધીના નિવેદનના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા આજે પરોઢિયે અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પથ્થર ફેંકવામાં આવ્યા હતા. હાલ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. 

કોંગ્રેસની પ્રતિક્રીયા
પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ રીતે કાયરતાપૂર્ણ હુમલો કરી તેઓએ સાબિત કર્યું કે તેઓ હિન્દુ નહીં પણ ગુંડાઓ છે. રાહુલજીએ યોગ્ય જ નિવેદન આપ્યું છે. હિન્દુત્વ મામલે અમને આવા લોકોના સર્ટિફિકેટની જરૂર નથી. ભાજપ, vhp અને બજરંગદળમાં તાકાત હોય તો સામી છાતીએ આવે, અમે અહીંયા જ છે. અમારા ચોકીદાર અને તેમની સગર્ભા પુત્રી સહિતના પરિવાર પર હુમલો કરાયો છે. પ્રદેશ પ્રમુખ સાથે સંકલનમાં રહીને તમામ કાયદાકીય પગલાં લઈશું.

congress_zee.png

ઉલ્લેખનીય છે કે, સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી.... જેમાં વિપક્ષના નેતા તરીકે પહેલીવાર રાહુલ ગાંધીએ દમદાર ભાષણ આપ્યું... જોકે તેમના ભાષણની શરૂઆત સાથે જ સદનમાં હંગામો મચી ગયો... ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ મામલે ટિપ્પણી  કરવી પડી. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ઉભા થઈ ગયા અને તેમણે માફીની માગણી કરી હતી. રાહુલ ગાંધી આટલે જ અટક્યા નહોતા... તેમણે મણિપુરમાં 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિને ઉઠાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ જે મુદ્દા ઉઠાવ્યા તેનાથી ભાજપ અને એનડીએમાં ખળભળાટ મચી ગયો છે... સદનની કાર્યવાહી ભારે તોફાની રહી... જે પ્રમાણે વિપક્ષ આ વખતે મજબૂત થયું છે તેના પરથી એવું લાગે છે કે સદનની કાર્યવાહી આગામી દિવસોમાં ભારે હંગામેદાર બનશે તે નક્કી છે...

તો બીજી તરફ, લોકસભાના રેકોર્ડમાંથી રાહુલ ગાંધીનું નિવેદન હટાવી દેવામાં આવ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર, અદાણી, અંબાણી અને પ્રધાનમંત્રીવાળું નિવેદન હટાવી દેવાયું છે. રાહુલ ગાંધીના હિંદુ હિંસકવાળા નિવેદનને હટાવ્યા છે. આ ઉપરાંત પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અબજોપતિઓ માટે કામ કરે છે. અમે તમને ગુજરાતમાં હરાવીશું, લખી લો. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે NEET જેવી પરીક્ષાઓને કોમર્શિયલ પરીક્ષામાં પરિવર્તિત કરી. આ પરીક્ષા સમૃદ્ધ બાળકો માટે બનાવવામાં આવી. દેશમાં 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા. સંસદમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો નોટબંધી, મણીપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમએ પોતે કહ્યું છે કે, મારો ભગવાન સાથે સીધો સંબંધ છે... નોટબંધી સમયે ભગવાનનો સીધો મેસેજ આવ્યો હશે, મોદીજી નોટબંધી કરો. તેમણે કરી નાખ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news