જે ઘરમાં આ 5 વસ્તુઓ હશે, ત્યાં ક્યારેય નહીં આવે દુ:ખ અને ગરીબી
Good Luck Charm: શું તમે પણ કરવા માંગો છો અંબાણી-અદાણી જેવી કમાણી? શું તમે પણ તમારું કિસ્મત ક્યારે ચમકશે તેની જોઈ રહ્યાં છો રાહ? જો સૌથી પહેલાં તમારા ઘરમાં લઈ આવો આ વસ્તુઓ. કારણકે, રૂપિયાવાળા લોકો કોઈને કહેતા નથી પણ પોતાના ઘરમાં હંમેશા રાખે છે આ પાંચ વસ્તુઓ. જેનાથી વધે છે તેમની સંપતિ... આ વસ્તુઓ ગણાય છે તેમનો લકી ચાર્મ...
Vastu Tips For Money And Health: વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં કેટલીક એવી શુભ વસ્તુઓ અથવા પ્રતીકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની હાજરી ઘરમાં સૌભાગ્ય લાવે છે. જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં દુ:ખ કે ગરીબી હોતી નથી. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. ચાલો જાણીએ આ શુભ વસ્તુઓ જે ઘરમાં સૌભાગ્ય લાવે છે. અહીં અમે તમને આ વિગતો આપી છે જે તમારા માટે ઘણી ફાયદાકારક છે.
સ્વસ્તિક -
સ્વસ્તિક એ હિન્દુ સંસ્કૃતિનું એક મહત્ત્વનું પ્રતિક છે. એ ધર્મનો એક આધાર છે. સ્વસ્તિક એ ગણેશજીને પણ ખુબ જ પ્રિય પ્રતિક છે. આ પ્રતિક દરેક શુભ સ્થળે જોવા મળે છે. ખાસ કરીને મુખ્ય દરવાજા પર રોજ એક રોલ વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો અથવા પુષ્ય નક્ષત્ર જેવા શુભ સમયે દરવાજાની ઉપર અને મધ્યમાં ચાંદીનું સ્વસ્તિક લગાવો. જેના કારણે ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સમૃદ્ધિ બની રહે છે.
ધાતુનો કાચબો -
વાસ્તુશાસ્ત્રની વાત કરીએ કે પછી ફેંગશુઈની વાત કરીએ તો કાચબાને તેમાં ખુબ જ મહત્ત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે કોઈના ઘરમાં જીવંત કાચબો હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છેકે, કાચબો એ તમારા ઘરે રહીને તમારા દુઃખો હરી લે છે. ત્યારે ખાસ કરીને વાસ્તુ અને ફેંગશુઈમાં ધાતુના કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કાચબાનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. ઘરની ઉત્તર દિશામાં પિત્તળ અથવા સોના-ચાંદીનો કાચબો સ્થાપિત કરો. તમને જલ્દી જ શુભ પરિણામ મળશે.
શ્રીયંત્ર -
હિન્દુ ધર્મમાં શ્રીયંત્રનો વિશેષ મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને ધનની પ્રાપ્તિ માટે આ યંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. આ યંત્રની નિયત નિયમાનુસાર પુજા અર્ચના કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા આપણે ત્યાં વર્ષોથી પ્રવર્તમાન છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીયંત્ર ખૂબ જ વિશેષ છે. જે ઘરમાં શ્રી યંત્ર રાખવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, ત્યાં મા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. જે તમારા ઘરમાં હશે તો તમને મોટો લાભ થશે.
ગોમતી ચક્ર -
શુભ સમયે અથવા શુક્રવારે ઘરમાં 11 ગોમતી ચક્ર લાવો. ત્યારબાદ તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને તેમની પૂજા કરો. ત્યારબાદ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને ધન સ્થાન પર રાખો. પૈસા ઝડપથી વધશે. ગોમતી ચક્રને પણ ખુબ શુભ માનવામાં આવે છે. ગોમતી ચક્રથી શુભ સંકેત મળે છે.
દક્ષિણા વર્તી શંખ -
ખાસ કરીને શુક્રવારને લક્ષ્મીજીનો વાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા અર્ચના કરવાથી પણ સારો એવો ધન લાભ થાય છે. એમાંય ખાસ કરીને ઘરમાં શંખનાદ કરવાથી વિશેષ લાભ થાય છે. શંખનાદથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શુક્રવારે દક્ષિણાવર્તી શંખને ઘરમાં વિધિ પ્રમાણે સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. તમારા પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)