Angaraki Chaturthi 2023 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે મંગળવારે ચતુર્થી ની તિથિનો સહયોગ સર્જાય છે તેને અંગારક ચોથ કહેવાય છે. આ વખતે 23 મે અને મંગળવારે જેઠ માસના શુકલ પક્ષની ચતુર્થીનો સંયોગ છે. તેથી આ દિવસે અંગારક ચતુર્થી ઉજવાશે. જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય તેમણે આ દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી મંગલ ગ્રહ સંબંધીત સમસ્યા દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અઢળક ધન અને કાર્યમાં સફળતા દેશે મંગળ-શુક્રની યુતિ, બદલી જશે રાશિઓના લોકોનું ભાગ્ય


ગુરુ પુષ્ય યોગમાં આ વસ્તુઓ લઈ આવો ઘરે, માતા લક્ષ્મીની પણ થશે ઘરમાં પધરામણી


Somvar Upay: સોમવારે કરેલી શિવ પૂજાનું ચોક્કસ મળે છે ફળ, બસ આ વાતોનું રાખવું ધ્યાન


અંગારક ચતુર્થીના ઉપાયો


1. મંગળ દોષની શાંતિ માટે અંગારક ચતુર્થીના દિવસે બ્રાહ્મણને ઘરે બોલાવીને મંગળદોષની શાંતિની પૂજા કરાવવી જોઈએ. 


2. મંગળ સંબંધીત શુભ ફળ પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ પણ સરળ ઉપાય છે. અંગારક ચતુર્થી પર લાલ ચંદનની માળા લઈને નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો જોઈએ. 
ઓમ ધરણીગર્ભસંભૂતં વિદ્યુતકાન્તિસમપ્રભમ
કુમારં શક્તિહસ્તં તં મંગલં પ્રણમામ્યહમ


3. અંગારક ચતુર્થીના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ફાયદો થાય છે. હા દિવસે હનુમાનજીને સિંદૂર અને ચોલા ચડાવવા જોઈએ અને વિશેષ પૂજા પાઠ કરવા જોઈએ. શક્ય હોય તો હનુમાન ચાલીસા ના પાઠ કે હનુમાન મંત્રોનો જાપ કરવો જોઈએ. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે.


4. મંગળદોષથી મુક્તિ મેળવવા માટે અંગારક ચતુર્થી પર મંગળ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળ સંબંધિત વસ્તુઓ જેમ કે મસૂરની દાળ, ઘઉં, ગોળ, લાલ ચંદન, તાંબાનું પાત્ર વગેરે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)