Shani Upay: આ 5 અચૂક ઉપાય અજમાવો શનિવારે, જીવનમાં આવેલી સમસ્યા થશે દુર
Shani Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવના ક્રોધનો ભોગ તે ન બને. તેથી જ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
Shani Upay: બધા જ ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેથી જ તેમને કર્મ ફળના દાતા પણ કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. સાથે જ શનિદેવને ક્રૂર ગ્રહ પણ કહેવાય છે. કારણકે શનિદેવની મહા દશા દરમિયાન વ્યક્તિને અનેક સંકટનો સામનો કરવો પડે છે. તેથી જ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવના ક્રોધનો ભોગ તે ન બને. તેથી જ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો:
શુક્રવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
શનિવારે કરો આ પાંચ અચૂક ઉપાય
1. શનિવારે એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં સાકર ઉમેરીને પીપળામાં ચડાવવું જોઈએ. આ સાથે જ ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.
2. શનિવારે થોડો કોલસો વહેતા પાણીમાં પ્રવાહિત કરવો. આ સાથે જ ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો તેનાથી આવકમાં વધારો થાય છે અને નોકરીમાં સફળતા મળે છે.
3. જો કોર્ટ કેસ સંબંધિત સમસ્યા ચાલતી હોય તો શનિવારના દિવસે પીપળાના એવા 11 પાન લેવા. તેની એક માળા બનાવો અને પછી આ માળા શનિદેવને ચઢાવવી. માળા ચઢાવતી વખતે ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો.
4. લગ્ન જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે થોડા કાળા તલ ચઢાવી અને પીપળાને પાણી ચઢાવવું.
5. જીવનમાં પ્રગતિ મેળવવામાં બાધા આવતી હોય તો શનિવારના દિવસે પીપળાને જળ ચડાવીને કાચા સુતરને હાથમાં રાખી સાત પરિક્રમા કરવી. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન કરવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)