Astro Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને નીરોગી રહે. પરંતુ ક્યારેક પોતાની બેદરકારી તો ક્યારેક ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિને જીવનમાં રોગનો ભોગ બનવું પડે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ ઘણી વખત ગ્રહોની સ્થિતિ પણ હોઈ શકે છે. કેટલાક દોષના કારણે જો શરીરમાં રોગ વધતો હોય તો દવા કે સારવાર કરાવ્યા પછી પણ બીમારીથી મુક્તિ મળતી નથી. જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ હોય અને બીમારી તમારું ઘર છોડતી ન હોય તો આજે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ઘરમાંથી બીમારી દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આજે બુધવાર અને સંકટ ચોથનો સંયોગ, આ 4 કામ કરીને કરો દિવસની શરુઆત, ગણેશજી થશે પ્રસન્ન


જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને દવાઓ તેમજ સારવાર કર્યા પછી પણ તબિયતમાં સુધારો ન થતો હોય તો સ્વાભાવિક છે કે ચિંતા વધી જાય. બીમારીના કારણે વ્યક્તિના સ્વભાવમાં નિરાશા પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં આ ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે. 


બીમારી દૂર કરવાના ઉપાય


આ પણ વાંચો: Broom Vastu: આ દિવસે ઝાડુ ખરીદવું સૌથી શુભ, ઝાડુની સાથે ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ


1. જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેની દવા ચાલી રહી હોય તો કોઈ પણ માસના શુક્લ પક્ષના સોમવારના દિવસે જે દવાઓ હોય તેને શિવલિંગ પાસે રાખી રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો. ત્યાર પછી આ દવાનું સેવન કરો. તેનાથી ધીરેધીરે સ્વાસ્થ્ય લાભ થાય છે.


આ પણ વાંચો: Dwarka: શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા કેવી રીતે ડુબી દરિયામાં.. નથી જાણતું કોઈ આ રહસ્ય


2. જે વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તેના વજન બરાબર સાત અનાજ લેવા. આ અનાજનો લોટ બનાવીને તેમાં ગોળ ઉમેરીને આ ગોળવાળો લોટ ગૌશાળામાં દાન કરી દો. જો શક્ય હોય તો બીમાર વ્યક્તિએ પોતાના હાથે જ આ લોટ ગાયને ખવડાવવો. મહિનામાં એક વખત આ કામ કરવાથી ધીરેધીરે સ્વાસ્થ્ય લાભ મળવા લાગે છે.


આ પણ વાંચો: શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે રહેશે અતિ શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા


3. નિયમિત રીતે ઘરમાં જ્યારે પૂજા કરો ત્યારે મોતી શંખમાં પાણી ભરીને રાખવું. હવે જ્યારે દવા ખાવાની હોય ત્યારે આ શંખમાં રહેલા પાણીનો ઉપયોગ કરવો. ધીરે ધીરે દર્દીને રોગથી મુક્તિ મળવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)