Shani Dosh Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે. શનિ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જો કુંડળીમાં શનિની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિને જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે. શનિની મહાદશા, પનોતિ, સાડાસાતી દરમિયાન પણ વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યા માંથી પસાર થવું પડે છે. વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે વિવિધ પ્રકારના ઉપાય પણ કરે છે. કારણ કે જો શનિ અશુભ પ્રભાવ આપે તો વ્યક્તિને વેપારમાં નોકરીમાં અને કામમાં સતત સમસ્યાનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: માર્ગી ગુરુ વર્ષ 2024 માં આ 3 રાશિના લોકોને બનાવશે ધનવાન, આખું વર્ષ થશે અઢળક કમાણી


શનિ દોષના સંકેત


જો કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિ સતત વિચારોમાં ડૂબેલો રહે છે. આવા લોકો પોતાની સાથે વાતચીત કરતા હોય છે. આવા લોકોની ઈચ્છા હોય તેમ છતાં શુભ કામમાં ભાગ લઈ શકતા નથી. શનિદોષના કારણે વ્યક્તિ ક્રોધિત રહે છે. વ્યક્તિના મહત્વપૂર્ણ કાર્યોમાં પણ બધા આવે છે અને તેને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. શનિદોષના કારણે વ્યક્તિ ઘરમાં પણ ક્લેશ કરે છે. શનિદોષ હોય ત્યારે વ્યક્તિની આંખ નબળી રહે છે અને નકારાત્મક વિચાર તેમજ આળસ વ્યક્તિના શરીરમાં રહે છે. 


આ પણ વાંચો: ભાગ્યના બંધ દરવાજા ખોલે છે શનિવારે કરેલા આ 5 ઉપાય, શનિ દેવની કૃપાથી બનશો કરોડપતિ


શનિદોષ દૂર કરવાના સરળ ઉપાય


શનિદોષ દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમાં સૌથી સરળ કામ છે શનિવારે વ્રત કરવું. જો તમારી કુંડળીમાં પણ શનિદોષ હોય તો શનિવારના દિવસે વ્રત કરવાનું રાખો અને હનુમાનજીની પૂજા કરવાનું રાખો. તેનાથી શનિના અશુભ પ્રભાવ ઘટે છે.


શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. સાથે જ કુતરા અને કાગડાની સેવા કરો આમ કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. 


આ પણ વાંચો: Dhoop Upay: ગૂગળ ધૂપના આ 3 ઉપાય છે જાદૂઈ, કરવાથી દુ:ખ-દરિદ્રતાનો થઈ જશે નાશ


શનિ દોષથી છુટકારો મેળવવા માટે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો. સાથે જ દૂધમાં પાણી અને ખાંડ ઉમેરીને પીપડાના ઝાડને ચડાવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)