Dhoop Upay: ગૂગળ ધૂપના આ 3 ઉપાય છે જાદૂઈ, કરવાથી દુ:ખ-દરિદ્રતાનો થઈ જશે નાશ

Dhoop Upay: જો તમે સફળ થવા માટે દિવસ રાત મહેનત કરો છો છતાં પણ તમારા કામમાં સમસ્યાઓ આવે છે તો એક વખત આ ઉપાય અજમાવીને જુઓ. થોડા દિવસોમાં જ તમને તેની અસર જોવા મળશે.

Dhoop Upay: ગૂગળ ધૂપના આ 3 ઉપાય છે જાદૂઈ, કરવાથી દુ:ખ-દરિદ્રતાનો થઈ જશે નાશ

Dhoop Upay: હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે દીવો કરવો અને ધૂપ અથવા તો અગરબત્તી કરવાને શુભ માનવામાં આવે છે. ધૂપ કરવાથી ઘર સુગંધિત થઈ જાય છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ટૂંકમાં પણ અલગ અલગ પ્રકારના વિકલ્પ મળે છે જેમકે ગુલાબ, લોબાન, ગૂગળ, મોગરો વગેરે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ધુપના કેટલાક ઉપાય કરીને વાસ્તુદોષને દૂર પણ કરી શકો છો. જો તમારા ઘરમાં પણ કોઈ વસ્તુ દોષ હોય તો ધૂપ સંબંધિત આ ચમત્કારી ઉપાય કરી શકાય છે. વાસ્તુના નિયમ અનુસાર ઘરમાં આ ઉપાય કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ખાસ કરીને ગૂગળના ધૂપના આ ત્રણ ઉપાય કરવાથી ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ શકે છે.

જો તમે સફળ થવા માટે દિવસ રાત મહેનત કરો છો છતાં પણ તમારા કામમાં સમસ્યાઓ આવે છે તો એક વખત આ ઉપાય અજમાવીને જુઓ. તેના માટે ત્રણ અઠવાડિયા સુધી શુદ્ધ ઘી, પીળી સરસવ, લોબાન અને ગૂગળનો ધૂપ સાંજના સમયે ઘરે સળગાવો. આ કામ કર્યા પછી તમને દરેક કામમાં સફળતા મળવા લાગશે.

જો તમારા ઘરમાં હંમેશા કલેશનું વાતાવરણ રહેતું હોય અને પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા રહેતા હોય તો આ ઉપાય કરવો. તેના માટે ગૂગળના ધૂપમાં પીળી સરસવ ઉમેરીને સળગાવો અને પછી તેનો ધુમાડો આખા ઘરમાં કરો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.

જો ઘરમાં પતિ-પત્નીના સંબંધો બરાબર ન હોય અને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો રોજ સંધ્યા સમયે ઘરમાં ગૂગળ કરવો જોઈએ. ગૂગળનો ધૂપ કરવાથી પતિ પત્નીના સંબંધો સુધરે છે અને મજબૂત થાય.

જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય અને સારવાર પછી પણ સ્વાસ્થ્ય સુધરતું ન હોય તો આ ઉપાય કરી શકાય છે. તેના માટે રોજ સાંજે ગુગળનો ધૂપ કરી તેનો ધુમાડો આખા ઘરમાં કરવો અને પછી બીમાર વ્યક્તિના રૂમમાં તેને રાખી દો. આમ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને બીમારીઓ દૂર થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news