નવી દિલ્લીઃ મહાભારતના યુદ્ધ તે સતત 6 દિવસ ચાલ્યા હોવા છતા પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. દુર્યોધને પિતામહ ભીષ્મ પર ગુસ્સો કરવા લાગ્યા. દુર્યોધને ગુસ્સો કરતા કહ્યું કે તમે યુદ્ધની ભૂમિમાં પણ સંબંધોને પાડવા પાછળ પડ્યા છો. મહાભારતનું યુદ્ધ અન્યાય ઉપર ધર્મની જીતનું એક મોટું ઉદાહરણ છે, સાથે જ તે દૈનિક જીવનની આવશ્યક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપે છે. આ વાર્તા, જે કુટુંબના વડીલોનું સન્માન અને નાના લોકો માટેના પ્રેમના સિદ્ધાંતને કહે છે, તે અજર-અમર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પિતામહે લીધો અર્જૂન વધનો પ્રણ
ગુસ્સે ભરાયેલા પિતામહએ પાંડવ પુત્ર અર્જુનની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી. જ્યારે ગુપ્તચરએ માહિતી આપી ત્યારે પાંડવો કેમ્પમાં મૌન છવાઈ ગયું હતું. પાંચેય ભાઈઓએ એકબીજા સામે જોયું અને પછી ફરવા લાગ્યા. આ લાંબી મૌન તોડીને પંચાલી સીધા કેશવ તરફ વળ્યા અને કહ્યું, તો મધુ સુદાનનો કોઈ ઉપાય નથી?


ત્યારે કૃષ્ણે એક હસમુખ સ્મિતની સાથે કહ્યું કે કોઈ સમાધાન નથી
આ સાંભળીને અર્જુન અને અન્ય ચાર ભાઈઓ કૃષ્ણને ઘેરી લીધા અને અર્જુને કહ્યું, જો કોઈ ઉપાય છે, તો પછી મને કહ્યો કેશવ, તમે મૌન કેમ રાખ્યું છે? મને જલ્દી કહો કૃષ્ણએ કહ્યું કે તમે પૂછ્યું જ ક્યા છે પાર્થ તમે બધુ સાંભળીને જ મુંજવણમાં મુકાઈ ગયા છો. ત્યારે કૃષ્ણએ દ્રૌપદી તરફ વળ્યા અને કહ્યું  હું તમારી મૌન તૂટવાની રાહ જોતો હતો. કારણ કે આ સોલ્યુશન તમે જ છો. આ સાંભળીને ભીમસેન ગાજવા લાગ્યો માધવ શું કહે છે? પંચાલી યુદ્ધ મેદાનમાં નહીં જાય.


માધવે કહ્યું કે નહીં ભીમ હું  યુદ્ધ ભૂમિમાં જવાની વાત નથી કરી રહ્યો. એ યુદ્ધનો નિયમ જ નથી. પણ એક વહુ તો તેના પિતામહના આર્શીવાદ લેવા માટે જઈ શકે છે.પાંચાલી તમે પિતામહના આર્શીવાદ ઘણા સમયથી લીધા નથી. આ સાંભળીને પાંચાલીએ કહ્યું કે સભામાં જે થયું તેના પછી એવો અવસર જ નથી મળ્યો. અભિમન્યુના લગ્નના સમયે પણ પિતામહના આર્શીવાદ લીધા નથી.


પિતામહના નિવાસસ્થાન પર પાંચાલી જવા લાગી
ત્યારે કૃષ્ણએ પાંચાલીને કહ્યું કે પિતામહના આર્શીવાદ લઈ લો. વડીલોના આર્શીવાદથી જ જીવનમાં વિજય મળે છે. પાંચાલી પગપાળા જ પિતામહ પાસે જવા લાગી અને નવ વિવાહિત વધુની જેમ ઘૂંઘટમાં પિતામહની પાસે પહોંચી.
 
પાંચાલી પિતામહની પાસે માગ્યું સૌભાગ્યનું વરદાન
કર્ણની જેમ પિતામહનો નિયમ હતો કે સાંજના સમયે કઈ પણ માગો તો તે ના પાડી શકતા ન હતા. પાંચાલી કહ્યું કે પિતામહ તમે મારી મુશ્કેલીને દૂર કરી શકો છો. મારા પતિ આ યુદ્ધમાં તમારી વિરોધની સેનામાં છે 6 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે , નગરમાં ચર્ચા થઈ રહી છે કે તમે કાલે યુદ્ધમાં જીવ રેડીને લડવાના છો. ત્યારે પાંચાલીએ સૌભાગ્યવતી થવા માટેના આર્શીવાદ માગ્યા.


ભગવાનની શરણમાં હતા પાંડવો
પિતામહ ભીષ્મને કૃષ્ણએ કહ્યું કે જેની રક્ષા કરવા માટે ત્રિલોકના સ્વામી હાજર છે તેમનો સૌભાગ્ય કોઈ પણ છીનવી શકતો નથી. અને પછી પાંચાલી તે સૌભાગ્યનું વરદાન લઈને પાછી વળી ગઈ.