Astro Tips: સનાતન ધર્મમાં ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયની સેવા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગાયની સેવા અને પૂજા કરવાનો વિશેષ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર જે પણ વ્યક્તિ ઘરમાં પહેલી બનેલી રોટલી ગાયને ખવડાવે છે તેને સુખ સમૃદ્ધિ અને ધન-ધાન્ય પ્રાપ્ત થાય છે. જો તમારા જીવનમાં પણ કોઈ સમસ્યા હોય અથવા તો વારંવાર નિષ્ફળતા મળતી હોય તો રોટલીમાં એક વસ્તુ ઉમેરીને તમે ગાયને ખવડાવી દેશો તો તમારા કાર્યો પણ સિદ્ધ થવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ


Nimbu Ke Totke: લીંબૂના આ ઉપાયો છે દરેક સમસ્યાનું સમાધાન, આ ઉપાય દુર કરશે બધી જ બાધા


18 જુલાઈથી શરુ થશે પવિત્ર પુરુષોત્તમ માસ, જાણો અધિક માસમાં કેવી રીતે કરવી પૂજા


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગાયનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તે વ્યક્તિ રોજગારીને રોટલી ખવડાવે તો બૃહસ્પતિ મજબૂત થાય છે અને તેને ધન, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે કોઈ મહત્વના કાર્ય માટે જતા હોય ત્યારે ગાયને રોટલી ખવડાવો તેમાં એક ચપટી હળદર ઉમેરી દેવી. આ રીતે ગાયને રોટલી ખવડાવશો તો લાભ અનેક ગણો વધી જશે.


ગાયને ખવડાવવાની રોટલીમાં એક ચપટી હળદર મૂકી દેવાથી મંગળનો પ્રભાવ પણ શુભ થઈ જાય છે. જ્યારે પણ તમે કોઈ મહત્વના કાર્યો માટે જાવ ત્યારે ગાયને રોટલીમાં હળદર ઉમેરી ખવડાવી દેવી. આમ કરવાથી મંગળ અને બૃહસ્પતિ નો શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડલીમાં કોઈ પણ ગ્રહ નકારાત્મક સ્થિતિમાં હોય તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે ગાયને ખવડાવવાની રોટલીમાં હળદર ઉમેરી દેવી જોઈએ ગાયને આ રીતે રોટલી ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)