નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય બાદ અન્ય ગ્રહોની સાથે સંયોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ 29 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો સૂર્ય દેવ 16 જુલાઈએ કર્કમાં પ્રવેશ કરશે. તેવામાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોને આકસ્મિત ધનલાભ થઈ શકે છે. સાથે આ લોકો કરિયર અને કારોબારમાં પ્રગતિ કરી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
તમારા લોકો માટે બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને પ્રમોશન સાથે માન-સન્માન મળવાનો યોગ છે. સમાજમાં તમારૂ લોકપ્રિયતા વધશે અને તમને પ્રતિષ્ઠાનો લાભ મળશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે જે લોકો પરીણિત છે તેનું લગ્ન જીવન સારૂ રહેશે. તો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય સારો છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.


આ પણ વાંચોઃ જુલાઈમાં આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, આર્થિક સ્થિતિમાં થશે જબરદસ્ત સુધાર


કન્યા રાશિ
બુધાદિત્ય રાજયોગ બનવો તમારી રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો જોવા મળશે. સાથે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વિદ્યાર્થીઓને આ દરમિયાન સારા પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ મળી શકે છે. સાથે તમને રોકાણથી લાભ થઈ શકે છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. 


મિથુન રાશિ
તમારા લોકો માટે બુધાદિત્ય રાજયોગ ધનના મામલામાં ખાસ કરી લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ પણ સફળ થશે. સાથે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આ સમયે તમારી વાણી પ્રભાવશાળી રહેશે, જેનાથી લોકો આકર્ષિત થશે. આ સમયમાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. 


આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.