જુલાઈમાં આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, આર્થિક સ્થિતિમાં થશે જબરદસ્ત સુધાર, કરિયરમાં પણ લાભનો યોગ

July Monthly Horoscope: જુલાઈનો મહિનો ગ્રહ-નક્ષત્રોની સ્થિતિની દ્રષ્ટિએ ખુબ ખાસ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષાચાર્યોનું અનુમાન છે કે જુલાઈ મહિનામાં કેટલાક જાતકોને આર્થિક, વેપાર તથા કરિયરમાં લાભ થવાની સંભાવના છે. જુલાઈમાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. મંગળ, ગુરૂ તથા શનિની સ્થિતિ ખુબ મહત્વપૂર્ણ રહેવાની છે. જાણો ગ્રહોની સ્થિતિથી કયાં રાશિના જાતકોને લાભ થશે.

વૃષભ રાશિ

1/6
image

આ સમયમાં વૃષભ રાશિના જાતકોને ધનલાભની ઘણી તક મળવાની છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકને સુખદ સમાચાર મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જૂના સાધનથી પણ આવક થશે. કુલ મળી તમારા માટે જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. 

કર્ક રાશિ

2/6
image

કર્ક રાશિના જાતકોના જુલાઈમાં ઘણા સપના સાકાર થઈ શકે છે. આ સમયમાં નવી નોકરીનો પ્રસ્તાવ મળવાની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યસ્થળ પર ઉચ્ચાધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. મન પ્રસન્ન રહેશે. અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે.

કન્યા રાશિ

3/6
image

કન્યા રાશિના જાતકોને જુલાઈ મહિનામાં કરિયરમાં સફળતા મળી શકે છે. આ સમયે તમારૂ ભાગ્ય સારૂ રહેવાનું છે. આવકના નવા સાધન બનશે. ભાગ્યનો સાથ મળશે, જેનાથી તમે મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા હાસિલ કરી શકો છો. કોર્ટ-કચેરીમાં તમને વિજય મળી શકે છે. 

તુલા રાશિ

4/6
image

તુલા રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. નોકરીમાં પ્રમોશન તથા વેપારીઓને વેપારમાં લાભ થઈ શકે છે. આ સમયમાં  તમારા ઘણા સપના પૂરા થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં જોરદાર ફેરફાર થઈ શકે છે. 

મકર રાશિ

5/6
image

જુલાઈનો મહિનો મકર રાશિના જાતકો માટે સુખ-સુવિધાથી ભરેલો રહેશે. આ મહિનામાં તમે આનંદદાયક જીવન પસાર કરશો. સુખમાં વધારો થશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.