Sun And Jupiter Conjunction In Aries: વૈદિક પંચાગ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં પહેલાથી ગુરૂ બૃહસ્પતિ બિરાજમાન છે. જેનાથી મેષ રાશિમાં ગુરૂ અને સૂર્યની યુતિ બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ યુતિ 12 વર્ષ બાદ બનવા જઈ રહી છે. તેવામાં આ યુતિના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે લોકોને માન-સન્માન અને પદની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
તમારા લોકો માટે સૂર્ય અને ગુરુની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયમાં તમારી આવક વધી શકે છે. સાથે વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિ સારી થશે. આ સમયમાં તમને સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમને જૂના રોકાણથી લાભ થશે. તમારી ઈચ્છાઓની પૂર્તિ આ સમય દરમિયાન થઈ શકે છે. 


આ પણ વાંચોઃ વસંત પંચમીએ બન્યો ગજકેસરી યોગ, આ રાશિઓ પર માતા લક્ષ્મીનું વ્હાલ વરસશે, મળશે અપાર ધન


મેષ રાશિ
સૂર્ય અને ગુરૂનો સંયોગ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર થવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. તમારા પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થશે. તમારા બંનેમાં સારો તાલમેલ જોવા મળશે. તો નોકરી કરનાર જાતકોને જોબની નવી ઓફર મળી શકે છે. સાથે કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


સિંહ રાશિ
તમારા લોકો માટે સૂર્ય અને ગુરૂની યુતિ શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયમાં તમારા અટવાયેલા કામ થઈ શકે છે. કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા પણ કરી શકો છો. આ સમયમાં  તમે પ્રસન્ન રહેશો. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેને આ દરમિયાન સફળતા મળી શકે છે.