Surya-Shani Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે રીતે ગ્રહોના રાશિ પરિવર્તનનો વિશેષ મહત્વ હોય છે તેવી જ રીતે જ્યારે કોઈ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે પણ તેનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. જેમાં હાલ સૂર્ય એ શનિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી બધી જ રાશી ના જાતકો ઉપર તેનો પ્રભાવ જોવા મળશે. પરંતુ કેટલીક રાશી એવી છે જેમને આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં વિશેષ ફળની પ્રાપ્તિ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ ગણના અનુસાર સૂર્યગ્રહનો શનિના નક્ષત્ર પુષ્યમાં પ્રવેશ થયો છે. આ નક્ષત્ર દેવતાઓ દ્વારા પણ પૂજવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિ ગ્રહ છે. શનિ ગ્રહના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં વિશેષ યોગ પણ સર્જાયો છે. જેનો પ્રભાવ બધી જ રાશિના લોકો ઉપર પડશે પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમને કારકિર્દીમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. 


સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિને થશે લાભ


આ પણ વાંચો:


એક પણ દિવસ પાળ્યા વિના સતત 11 દિવસ જે કરે આ કામ તેની મનોકામના હનુમાનજી કરે છે પુરી


શતભિષા નક્ષત્રમાં રાહુ-શનિની યુતિ, આ 3 રાશિઓ માટે 17 ઓક્ટોબર સુધીનો સમય સૌથી ખરાબ


Astro Tips: જમવાનું બનાવો ત્યારે કરી લેવું આ કામ, ધન-ધાન્યથી સમૃદ્ધ રહે છે ઘર


કન્યા રાશિ


સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. સૂર્ય તમારી રાશિના એકાદશ ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે જેના કારણે આવકના સ્ત્રોત વધશે અને પગારમાં પણ વધારો થશે. અટકેલું ધન પરત મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પરિવર્તન કરવા માટે યોગ્ય સમય.


કુંભ રાશિ


આ સમય દરમિયાન શત્રુઓનો નાશ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આત્મવિશ્વાસ વધશે.કોઈ કામની શરૂઆત કરવી હોય તો આ સમયે અતિ શુભ છે તમે આ કામ શરૂ કરી શકો છો. આવકમાં વધારો થશે અને બચત કરવા માટે પણ તમે સક્ષમ રહેશો. ભૌતિક સુખોમાં વધારો થશે.


આ પણ વાંચો:


અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો અમીર


બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ


ધન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે અતિ શુભ છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલતો હશે તો તે પણ પૂર્ણ થશે. ખર્ચામાં ઘટાડો થશે. પરિવાર સાથે ફરવા જવાની તક મળી શકે છે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)